SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યકાર. એટલે ઘરમાં જ કૌટુંબિક વાતાવરણમાં કુમારપાળે બાળપણથી સાહિત્યના સંસ્કારો ઝીલ્યા અને પોતે પણ એક સાહિત્યકાર તરીકે નામના પ્રાપ્ત કરી. પણ, સુખ્યાત પિતાના પુત્ર તરીકે જ જો આપણે કુમારપાળને ઓળખીએ તો આપણે અન્યાય કરી બેસીએ. એક સાહિત્યકાર તરીકે, કુમારપાળે પોતાની એક આગવી છાપ ઊભી કરી છે. સાહિત્યમાં તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે. સર્જનાત્મક ક્ષેત્રે તેમણે વિવિધ વિષયો પર વાલ્મયવિહાર કર્યો છે, પણ સર્જનક્ષેત્રે તેમનું બાળ-કિશોરસાહિત્યને અર્પણ ચિરસ્મરણીય રહેશે. જેમ પુખ્ત ઉંમરની વ્યક્તિ બાળકની કેવળ મોટી આવૃત્તિ નથી એ જેટલું સાચું છે તેટલી જ સાચી હકીકત એ છે કે બાળક એ વયસ્ક વ્યક્તિની નાની આવૃત્તિ નથી. બાળસાહિત્યના લેખક તરીકે કુમારપાળભાઈ આ વાત બરાબર સમજે છે. અને તે પ્રકારે તેમણે બાળસાહિત્ય સર્યું છે અને તેનું પ્રમાણ પણ વિપુલ છે. પણ થોભો ! અહીં આપણે એક વિવેક કરવો પડશે. બાળસાહિત્ય અને કિશોરસાહિત્યમાં તેમણે કરેલા પ્રદાનમાં તેમની સિસૃક્ષા જ પરિબળ છે એવું માનીશું? જુઓ, ફરી પાછી ખતા ખાધીને! કુમારપાળ કદાચ જીવનના મર્મી સાહિત્યકાર છે અને જીવનનાં નૈતિક મૂલ્યો પર ભાર મૂકનારા, મહત્ત્વ આપનારા હોવાથી બાળ અને કિશોરસાહિત્ય દ્વારા તેઓ કદાચ ચારિત્ર્યનું ઘડતર કરવા માગે છે. શું કહ્યું? ચારિત્ર્ય ? એ શું વળી ? અત્યારે આ તત્કાલ(Instant)ના યુગમાં ચારિત્ર્ય વળી કઈ બલા છે ? ચારિત્ર્ય-ઘડતર, નૈતિકતા વગેરે શબ્દો તો સંદર્ભ વગરના અને જુનવાણી બની ગયા છે, પણ આ બાબતમાં કુમારપાળભાઈ પોતે જુનવાણી ગણાય તો પણ તેમને વાંધો નથી. સાહિત્યને તેઓ જીવનને ઘડનાર પરિબળ તરીકે લેખતા હોવાથી, આપણે જોઈ શકીશું કે, તેમણે નૈતિક મૂલ્યોનો પુરસ્કાર કરતા સાહિત્યનું વિશેષ સર્જન કર્યું છે. પણ આ બાબતમાં બીજું પણ એક પરિબળ છે જે આપણે વીસરવું ન જોઈએ. કુમારપાળ જન્મ અને ધર્મ જૈન છે અને જૈનદર્શનના ઊંડા અભ્યાસી છે. આ હકીકત પણ તેમના વ્યક્તિત્વને આકાર આપનારા પ્રભાવક બળ તરીકે લેખી શકાય. જેન ધર્મે જગતને કરેલા પ્રદાનમાં દર્શનક્ષેત્રે “સ્યાદ્વાદ' એક અત્યંત મહત્ત્વનો વિચાર છે અને તેને માટે જગત, બીજી બાબતો ઉપરાંત, આના માટે હંમેશ ઋણી રહેશે. “સ્યાત્ – May be', હોઈ શકે, આમ પણ હોઈ શકે, તેમ પણ હોઈ શકે, તમે સાચા હશો. તમે પણ સાચા હશો વગેરે • 105. વિજય પંડ્યા
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy