SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ એમને બ્રિટનના રાજદરબારના મોંઘેરા મહેમાન બનાવી એમને જૈનધર્મ મર્મજ્ઞ તરીકે પાંખ્યા. એ થકી અમદાવાદ અને ગુજરાતની પ્રતિષ્ઠામાં પણ અભિવૃદ્ધિ થઈ છે! મદદવાંછુઓ માટે ડૉ. કુમારપાળભાઈના હાથ ક્યારેય સાંકડા રહ્યા નથી. આપદગ્રસ્ત સાહિત્યકારોને એમણે ઘેર બેઠા આર્થિક સહાય પહોંચાડી છે, ગુપ્તદાન તરીકે ! એમણે સમયદાન દ્વારા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં ગુજરાતી વિશ્વકોશ પ્રકાશનનો ગોવર્ધન પર્વત ઉપાડવામાં પિતાતુલ્ય સાક્ષરવર્ય ડૉ. ધીરભાઈ ઠાકર સાથે પુરુષાર્થ આદર્યો, એ એમની વિદ્યાવ્યાસંગિતા અને જ્ઞાનસાધના માટેના સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સદાય સ્મિત વેરતા ડો. કુમારપાળ અન્યાય સામે લાલ આંખ દેખાડતાં જરી પણ ખચકાય નહીં ! એક વાર નવગુજરાત કૉલેજના વાર્ષિકોત્સવના ટાણે તત્કાલીન શિક્ષણમંત્રી ગોરધનદાસ ચોખાવાલા અધ્યાપકો વિશે ઘસાતું બોલ્યા, ત્યારે સમગ્ર સ્ટાફરૂમની સભા બોલાવી તેમણે પોતાનો પ્રબળ વિરોધ વ્યક્ત કરેલો. જૈન ધર્મ કર્મ અને ઋણાનુબંધને અનુમોદન આપે છે. ડૉ. કુમારપાળ દેસાઈ રૂપે મને અદકેરો અનુજ પ્રાપ્ત થયો છે. પ્રસંગ મારા અભ્યદયનો હોય કે માતાની માંદગીનો, સ્વજનોને મદદનો હોય કે કોઈ વિકટ સમસ્યાના સમાધાનનો, કુમારપાળે બંધુપ્રેમ, સખાધર્મ અને પ્રેમ સગાઈ પરિતૃપ્તિનો ઓડકાર ખાઈ શકાય એવી સન્નિષ્ઠાથી નિભાવ્યાં છે. સંબંધની શાન પ્રત્યે તેઓ સમર્પિત છે. એટલે જ તેમને શેરીમિત્રો છે, તાળીમિત્રો છે અને એ બધાથી ઉપર “જેમાં સુખ-દુઃખ વહેંચીએ તે લાખોમાં એક એવા અત્યંત આત્મીય મિત્રો છે. એમને પ્રાપ્ત થયેલું 'પદ્મશ્રી'નું ઉચ્ચ સંમાન એમની વિદ્યાસાધના, જ્ઞાનસાધના, ધર્મઅધ્યયન, સમાજસેવા અને મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જનનો રાષ્ટ્રકક્ષાએ થયેલો સહજ સ્વીકાર છે. એ બદલ એમને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે. દાદા ધર્માધિકારીના શબ્દોમાં કહીએ તો માણસને જેને કારણે સમાજમાં ઇજ્જત પ્રાપ્ત થાય છે, એ પાયાની વાતો એટલે “મૂલ્ય'. પ્રાચીન પરિભાષા અનુસાર તેવાં મૂલ્યો સામાજિક સત્તા કે સામાજિક પ્રતિષ્ઠા' તરીકે ઓળખાતાં. એવાં મૂલ્યોને આમૂલ પરિવર્તિત કરવાં એનું નામ ક્રાંતિ. મૂલ્યોનાં મુખ્ય લક્ષણો છે – પ્રમાણિકતા, સચ્ચાઈ અને ઈમાનદારી. એ દૃષ્ટિએ કહીએ તો ડૉ. કુમારપાળ મૂક ક્રાંતિકારી છે. પ્રાચીન અને અર્વાચીનને જોડતો એક સમર્થ સેતુ ! ગૌરવપૂર્ણ સાદગી અને સાદગીપૂર્ણ ગૌરવ. ડૉ. કુમારપાળ અતિવ્યસ્ત માનવ, પણ “વેદિયા લેશમાત્ર નહિ. રામધારીસિંહ દિનકરે પરશુરામ કી પ્રતીક્ષામાં કહ્યું છે તેમાં ડૉ. કુમારપાળ સાદ પુરાવે છેઃ 102 પ્રાચીન અને અર્વાચીનને જોડતો સમર્થ સેતુ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy