SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાઓ જેમ જન છે – મનુષ્ય છે, માત્ર બે માત્રા એની વિશેષતા છે. ભવ્ય આકાશગામી કલ્પનાશક્તિ (Imaginative Power) અને પુરુષાર્થ અથવા તપ એ બે પાંખો જ સામાન્ય જનને જેને બનાવે છે... જેન ધર્મ એ બીજું કાંઈ નહિ પણ એક એવું બીબું છે જે વડે ત્રિગુણાત્મક માટીમાંથી ગગનવિહારી ગરૂડો ઘડાય, અરણ્યપ્રેમી એકાંતવાસી સિંહ ઘડાય. જ્યાં ઘડતરકલા નથી ત્યાં જૈનત્વ નથીજ્યાં ઘડતરશોખ અને શક્તિ નથી ત્યાં જૈન ધર્મ નથી.” ('પ્રગતિનાં પાદચિહ્નો : વા. મો. શાહ, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૩, પૃ ૧) જ્ઞાન વગરની ક્રિયાનો કોઈ અર્થ નથી અને ક્રિયા વગરનું જ્ઞાન સાચા જૈનને મંજૂર નથી એટલે જ્ઞાન અને ક્રિયાની બે માત્રા કોઈ પણ જનને લાગે તો એ જેન છે. આ અર્થમાં કુમારપાળભાઈ જેન” છે. વાંચવું, વિચારવું અને વાંચેલું વહેંચવું એ જાણે એમનો નિત્યક્રમ હોય એમ લાગે છે. કુટુંબના સંસ્કાર અને સાહિત્યિક, ધાર્મિક માહોલ વચ્ચે ઘડાતું જતું વ્યક્તિત્વ, શૈક્ષણિક સોપાનો ચઢતાં ચઢતાં જીવનનો મર્મ પામતું ગયું હોય એમ બને, તેથી જ એમના ચહેરા પર હાસ્ય પલાંઠી વાળીને બેઠું છે. ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈન ધર્મગ્રંથોના તેઓ ઊંડા અભ્યાસી છે. સર્જન, વિવેચન, સંશોધન, સંપાદનનાં અનેક પુસ્તકો એમણે આપ્યાં છે. પર્યુષણપર્વ નિમિત્તે દેશવિદેશમાં જેને ધર્મના સિદ્ધાંતો વિશે અગણ્ય વ્યાખ્યાનો તેમણે આપ્યાં છે. જમીનથી બે વેંત ઊંચા ચાલી શકે એવા સંખ્યાબંધ ગૌરવપૂર્ણ પુરસ્કારો અને એવોર્ડો એમણે પ્રાપ્ત કર્યા છે. આ વાતથી ગુજરાતની પ્રજા અજાણી નથી જ, આમ છતાં ઉન્નતભૂ બનીને તેઓ જીવતા નથી. અધ્યયન-અધ્યાપન કરવામાં આનંદ અનુભવતા સાચા અધ્યાપક તરીકે તેઓ ખ્યાતિ પામ્યા છે. એમના ચહેરા પર વ્યગ્રતા કે અજંપો તથા વાણીમાં કે વર્તનમાં ઉકળાટ મેં તો કદી જોયાં નથી. ૧૯૯૮થી ૨૦૦૩ સુધી ગુજરાત સાહિત્ય અકાદમીની કાર્યવાહક સમિતિમાં પાંચ વર્ષ સાથે કામ કરવાની તક ઊભી થઈ અને નિકટતા વધી. મિટિંગ નિમિત્તે અમદાવાદ ગઈ હોઉં એટલે મારી કોઈ સગવડ સાચવવાની જવાબદારી કુમારપાળભાઈની તો નથી બનતી પણ મિટિંગ પૂરી થયા પછી ધીમેથી પૂછશે. “ક્યાં જવાનાં છો?” આ હળવેથી પુછાયેલા પ્રશ્નમાં પ્રેમ, આદર અને નિસબત સઘળું હું સહજતાથી વાંચી શકતી. સ્થળ દૂર હોય કે નજીક, એમના કામના સ્થળે જવાના રસ્તામાં મારું સ્થળ આવતું હોય કે ન આવતું હોય, તાપ હોય કે વરસાદ કુમારપાળભાઈએ ક્યારેય ઉપકારનો ભાર રાખ્યા વગર મોટાભાઈની જેમ પોતાનો ધર્મ બજાવતા હોય એમ મને મારા નિયત સ્થાને દરેક વખત પહોંચાડી છે. એમણે પોતાની અગવડનો વિચાર કર્યો નથી. આ અનુભવ મારી એકલીનો પણ નથી એ હું જાણું છું એટલે સૌને મદદરૂપ બનવાનો એમનો સ્વભાવ પ્રેરણાદાયક તો ખરો જ નો આ દોડતી દુનિયામાં કોને સમય છે બીજાને માટે ? S8 સાચું જૈન વ્યક્તિત્વ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy