SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક સંદર્ભોની જરૂર પડી તો તેમને પુછાવ્યું. ત્રીજે જ દિવસે કેટલાંક પુસ્તકો ભેટ મોકલી આપ્યાં અને અમદાવાદથી ફોન કરી માર્ગદર્શન પણ આપ્યું. કુમારપાળને ધનજી કાનજી સુવર્ણચંદ્રક એનાયત થયો. અમદાવાદમાં ગુજરાત સાહિત્ય સભાનું એ પ્રતિષ્ઠિત સન્માન સ્વીકારતાં કુમારપાળે રજૂ કરેલી કેફિયતમાંથી સાહિત્યની બહુવિધ શાખાઓની સફળતાથી ખેડ કરનાર આ સૌમ્ય સર્જકના કાર્યક્ષેત્રનાં વ્યાપ અને ઊંડાણનું રહસ્ય પામી શકાય છે. સાથે જ તેમના સૌજન્યશીલ વ્યક્તિત્વનો પરિચય પણ મળે છે. પોતાની કેફિયતનો આરંભ જ કુમારપાળ આ શબ્દોથી કરે છે : ‘આખું આકાશ આંખમાં ભરી લેવાની પહેલેથી જ ઝંખના રહેતી. આકાશમાં એકાદ વાદળને અહીંતહીં ભ્રમણ કરતું નીરખતો પરંતુ એનાથી ક્યારેય ધરવ થતો નહીં. મનમાં એક જ ઇચ્છા રહેતી અને તે આકાશનું ઊંડાણ અને એનો વ્યાપ પામવાની.' સાહિત્યકાર, પત્રકાર, જૈન ધર્મના ઊંડા અભ્યાસી, રમતગમતના - ખાસ કરીને ક્રિકેટના - નિષ્ણાત જાણકાર, વિદેશી સાહિત્યના જ્ઞાતા, મધ્યકાલીન સાહિત્યના સંનિષ્ઠ સંશોધક, બાલસાહિત્યથી લઈને પ્રૌઢ સાહિત્યના વિવિધ વિષયો પ૨ એકસરખી અસરકારકતાથી કલમ ચલાવનાર આ સર્જક જયભિખ્ખુ જેવી સુપ્રસિદ્ધ સાહિત્યિક પ્રતિભાના પુત્ર છે પરંતુ સાહિત્યજગતમાં કુમારપાળે પિતાના નામની આધારશિલાનો કદી ઉપયોગ નથી કર્યો. નવમા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી, એક બાળવાર્તા લખીને ‘ઝગમગ' જેવા બહોળો ફેલાવો ધરાવતા સાપ્તાહિકને મોકલે છે પણ તેમાં પોતાનું નામ ટૂંકાક્ષરી કરીને લખે છે જેથી સંપાદકને ખ્યાલ ન આવે કે આ કુ. બા. દેસાઈ એ જયભિખ્ખુનો પુત્ર છે. એ વાર્તા કુમારપાળની દીર્ઘ સર્જનયાત્રાનું આરંભબિંદુ બની ગઈ. ‘ઝગમગ'ના તંત્રીએ નવમા ધોરણમાં ભણતા એ કિશોરને કૉલમ લખવાનું એસાઇન્મેન્ટ આપી દીધું ત્યારથી આરંભાયેલું કટારલેખન પાછળથી જુદાં જુદાં અખબારોમાં વિસ્તર્યું અને આજે કુમારપાળ સાઠ વર્ષના (૩૦-૮-૦૨ એમનો ૬૦મો જન્મદિવસ હતો) થયા ત્યાં સુધી ચાલુ છે. તેમાં ધર્મ, મધ્યકાલીન સાહિત્ય, સંશોધન, ઇતિહાસ, પત્રકારત્વ, ખેલજગત, ફિલ્મ, નાટક, સંસ્કૃતિ ઇત્યાદિ વિષયો તેમજ બાળસાહિત્ય, નવલિકા, વિવેચન, ચરિત્રલેખન જેવા પ્રકારો કુમારપાળની કલમે સંપૂર્ણ ન્યાય પામ્યા છે. ૧૯૬૫માં તેમણે લખેલું લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર ‘લાલ ગુલાબ' સાઠ હજાર નકલનું વેચાણ લાવ્યું. પછી તો બાળવાચકોમાં વીરતા અને ખુમારીને પોષતાં અન્ય પુસ્તકો પણ તેમણે આપ્યાં. સાહિત્યકાર પિતાના સાહિત્યવર્તુળના મિત્રો અને સમકાલીનો ધૂમકેતુ, ઝવેરચંદ 88 સત્ત્વશીલ સાહિત્યકાર, સૌજન્યશીલ ઇન્સાન
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy