SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણા વખતથી, ઘણીવાર, ઘણા લોકો પૂછતા હોય છે કે, આપણાં સમાજમાં જૂઠા, ઢોંગી, દુરાચારી, ખોટાં કામો જ કરનારા અને દુર્જન હોવા છતાં સજ્જનનો દમામ રાખી ફરનારા માણસોની જ કેમ ઉન્નતિ, ચડતી અને બોલબાલા થતી હોય છે ? એવા લોકો જ સતત સુખ-સાહેબી-સત્તા-સંપત્તિ-પ્રતિષ્ઠા- આ બધું કેમ મેળવતા હોય છે ? અને જે ખરેખર લાયક છે, ગુણિયલ છે, સરળ અને સદાચારી છે અને ખરા અર્થમાં સજ્જન-પાપભીરુ છે, તેવા લોકો હંમેશાં માર ખાતા જ રહે; તેમની માનહાનિ અને અવગણના જ થાય; તેમના નસીબમાં દુઃખ, અનાદર, ઠપકા અને વેઠ-વૈતરાં જ હોય; અથવા તેઓ સારૂં પણ કરે તોયે મૂર્ખ ઠરે અને પાછા ફેંકાય – આવું કેમ ? સારી સ્થિતિ અને ખરાબ આચરણ તેમજ શુભ આચરણ અને ખરાબ સ્થિતિ - આ જ છે કર્મસત્તાનો અર્થ અને કાયદો ? બહુ પેચીદો છે આ પ્રશ્ન. ધર્મીને ઘેર ધાડ અને અધર્મીને ત્યાં લાડ’ આવી ઉક્તિઓ પણ આ પ્રશ્નમાંથી જ પેદા થઈ હશે. સાધુજનોને પણ આ પ્રકારની સ્થિતિ અને આવો પ્રશ્ન અનેકવાર નડતો-કનડતો હોય જ છે. પરંતુ આનો જવાબ, પૂર્વે કરેલાં અશુભ કર્મનો કે શુભ કર્મનો જ આ પ્રતાપ-પરિપાક છે, એ સિવાય કાંઈ આપી શકાય તેમ નથી. અને આ જવાબ પર શ્રદ્ધા રાખીને, ધીરજપૂર્વક અશુભને, તથા વિવેકપૂર્વક, છકી ગયા વિના શુભને ભોગવવા સિવાય કોઈ વિકલ્પ નથી. આમ છતાં, એક બોધકથા ક્યાંક વાંચી હતી તે આ સંદર્ભમાં યાદ આવે છે. એક સિદ્ધ મહાત્મા, વહેલી સવારે, એક ચેલા સાથે, ગંગાતટે સ્નાન માટે જઈ રહ્યા હતા. હજી અંધારૂં હતું. મોંસૂઝણું થયેલું નહિ. એમાં વાટમાં એક ઠૂંઠું આવ્યું અને મહાત્મા તેની જોડે અથડાયા. વાગ્યું અને લોહી પણ નીકળી ગયું, પીડાવશ મહાત્માના મોંમાંથી શાપ નીકળી ગયોઃ ‘તારું નખ્ખોદ જાય.’ વળતે દિવસે પાછા તે રસ્તે પસાર થયા તો ઠૂંઠું યથાવત્ હતું. ચેલો પૂછેઃ ‘ગુરુજી, તમારો શાપ અફર - અમોઘ હોય છે તે આ ઠૂંઠું તો અકબંધ છે ! આમ કેમ ? ગુરુએ કહ્યું: બચ્ચા, ધીરજ રાખ, રાહ જો. સમય વહેતો રહ્યો. ચોમાસું વરસ્યું. ઠૂંઠું મહોર્યું ને થોડા વખતમાં તો તેને ડાળીઓ ફૂટી, એ પછી તો તે મજાનું પલ્લવિત વૃક્ષ બની ગયું. શિષ્ય વળી ગુરુજીને પૂછયું કે આમ કેમ? ગુરુએ કહ્યું કે હજી રાહ જો, ભાઈ. વળી થોડા દહાડા વહ્યા, ને એક દિવસ ભયાનક વાવાઝોડું ફૂંકાયું. પ્રચંડ તોફાની પવનને કારણે અનેક વૃક્ષોની સાથે આ ઠૂંઠું – વૃક્ષ પણ મૂળસો’તું ઉખડ્યું - પર
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy