SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ નીકળે તો રાજી થઈએ, નહિ તો નિર્લેપ ! મોટા ભાગે ઉપેક્ષા. અલબત્ત, બધા બધાંની સારવાર કે સારસંભાળ તો ન જ કરી શકે એ સાચું છે, પરંતુ નિરપેક્ષ ન થવાય, ઉપેક્ષા કે અનાદરભર્યો વિચાર | વર્તાવ ન થઈ જાય, તેની કાળજી તો કરવી જ પડે. સાવ અજાણ્યો હોય, પણ વ્રતધારી હોવાને કારણે જ તેમના પ્રતિ આદરની લાગણી જાગે અને સારસંભાળની આવશ્યક્તા જણાતાં જ તે માટે ઉદ્યમ થઈ જાય, તો સમજવું કે વૈયાવચ્ચનો ગુણ પ્રગટી રહ્યો છે, અને પરમેષ્ઠી-પદની આરાધના થઈ રહી છે. સમ્યગ્રદર્શનની નિર્મળતા, કદાચ, આમ જ સધાતી ને વધતી હશે. આવા જીવો હવે તો બહોળી સંખ્યામાં જોવા મળે છે. એમને જોઈને પણ આનંદ અને સભાવનો અનુભવ દિલમાં થાય છે. આવા ભાવો નિરંતર વધતા રહો ! પરમેષ્ઠી – પદની આવી સહજ આરાધના આપણા જીવનમાં વ્યાપી રહો ! (વૈશાખ-૨૦૬૪) ધર્મચિન્તન
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy