SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ “ગુરુ” એટલે શું? “ગુરુનું કર્તવ્ય કહો કે કાર્ય, તે શું ? અને, મનુષ્યના મનને મૂંઝવનારું તેમ જ તેના જીવનને અસ્થિર બનાવી હચમચાવી દેનારું તત્ત્વ ક્યું? આ બે પ્રશ્ન મનમાં વારંવાર ઘૂમરાતા રહે છે. આના જવાબો શોધવા માટેનું મનોમંથન પણ ચાલતું જ રહે છે. બન્નેના જવાબો, જુદી જુદી વ્યક્તિને, પોતપોતાની વૈચારિક ભૂમિકાને અનુરૂપ, અલગ અલગ પ્રકારના મળે, તો તે શક્ય છે. મારી ભૂમિકા પ્રમાણે મને જડેલા જવાબ કાંઈક આવા છે : મનુષ્યના મનને તેમજ જીવને અસ્થિર બનાવનારૂં તત્ત્વ છે “ઇચ્છા'. ઇચ્છા, અપેક્ષા, લાલસા, વાસના, તૃષ્ણા – આ બધાં ઇચ્છાનાં જ જૂજવાં નામો છે અને સ્વરૂપ પણ. ઇચ્છારહિત મનમાં જે શાંતિ, સ્થિરતા અને શૈર્ય હોય છે, તે ઇચ્છાના ઊગવા સાથે જ અસ્ત પામે છે. ઇચ્છા મનને ચંચળ બનાવે. ઇચ્છા મનમાં અજંપો પણ જન્માવે અને ઉત્પાત પણ પેદા કરે. ઇચ્છા પૂરી થાય તો અભિમાન પેદા કરે, અને અપૂર્ણ રહે તો સંતાપ, હતાશા અને ક્લેશ કરાવે. ઇચ્છા વેરઝેર કરાવે. ઇચ્છા ઈર્ષ્યા અને દ્વેષ અને કાવાદાવા કરાવે. ઇચ્છા આપણને અવિવેકી પણ બનાવે, અને તુચ્છ પણ બનાવે. ઇચ્છાને વશ પડવું એટલે દિન અને લાચાર બનવું. ઇચ્છા બૂરા જનોથી આત્મીયતા કરાવે, અને સારા માણસોથી વેગળા કરાવે. ઇચ્છાનો ક્યારેય અંત નથી હોતો. એકવાર એક ઇચ્છાને તાબે થયા, એટલે પછી ઇચ્છાઓનો વિશાળ વંશ-વસ્તાર આપણા મન ઉપર ચડી જ બેસવાનો. પછી એમાંથી છૂટવું, બહાર નીકળવું, એ સામાન્ય વ્યક્તિ માટે અશક્ય જ બને. એમાં પણ જ્યારે આપણી ઇચ્છા, બીજા કોઈની, આપણા કરતાં વિરુદ્ધ દિશાની ઈચ્છા સાથે ટકરાય, ત્યારે તો ભારે જોવા જેવી થાય છે. બે ઇચ્છાઓનો ટકરાવ અનેક જાતની ખટપટો અને કૂડકપટ ઉપરાંત વૈમનસ્ય, ગેરસમજ અને મનભેદ ઊભાં કરી આપે. ફલત વર્ષોના કે જીવનભરના આત્મીય સંબંધોનો અંત આવી શકે છે. સ્નેહ અને સંપના સ્થાને ક્લેશ અને અણબનાવ વ્યાપી શકે છે. પરિણામે દુર્ગાન, કર્મબંધ અને દોષદર્શન જેવાં માઠાં તત્ત્વોનું ચઢી વાગી શકે છે. ઇચ્છા' જેવી નગણ્ય ચીજ દ્વારા સર્જાતી મનની ચંચળતા, આ બધું જ બનવા બદલ જવાબદાર છે. આ બધાંથી ઉગરવાનો સહેલો ઉપાય એક જ છે ઇચ્છા થવા
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy