SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સ્વીકારવાના; મહત્ત્વ આપવાનું. મૂલ્યો ને સત્ત્વ જ્યારે પ્રથમથી જ મરી પરવાર્યા હોય છે ત્યારે આવી વિવેકશૂન્ય, અયોગ્ય અને શાસનની અબાધિત સત્તા–સ્થિતિને ઇજા પહોંચાડનારી બાબતોને સમર્થન તથા મહત્ત્વ આપવાનું સહેલું થઈ પડે છે. પરિણામે સ્વાર્થી ને ગરજાઉ લોકો ઉદાર ગણાય છે, અને મર્યાદાપાલક માણસો હીણા અને સંકુચિત મનાય છે. શું સંસારી કે શું સંયમી, પોતાના અહં, એષણા-સ્વાર્થ અને ક્યારેક વિકૃતિઓને પોષવા માટે થઈને મર્યાદા ચૂકાઈ જાય તેવું લખવામાં, બોલવામાં, કરવામાં તત્પર બની જાય છે. લાગે છે કે, વિવેકની ન્યૂનતા અને ક્ષુદ્રતાની વૃદ્ધિ એ બે જ આ સ્થિતિ સર્જે છે. પરિણામે, ઘણા બધા વધેલા લાગતા અથવા વચ્ચે જતા “ધર્મ નો પણ પ્રગટવો – જામવો જોઈએ તેવો- તેટલો મહિમા અનુભવાતો નથી. બલ્ક ધર્મ થકી વિમુખ બનનારા, અધર્મના માર્ગે વળી જનારાની સંખ્યા વધતી જાય છે, અને તેમને પાછા ધર્મ તરફ આકર્ષવા માટેના કર્મકાંડની નિતનવી ભરમાર વધતી ચાલી છે. પર્યુષણ પર્વના અવસરે આપણે કરવાના આત્મચિંતન અને આત્મનિરીક્ષણ માટે આ વાતો નોંધી રહ્યો છું. નકારાત્મક બનીને, આપણું અને આપણે ત્યાં બધું ખરાબ જ છે એવું માની લઈને વિચારવું નહિ જ. હકારાત્મક વિચારો જ આપણને વિવેકી બનાવશે. આપણે ચિંતન દ્વારા આત્મપરીક્ષણ કરી લઈને છેવટે સંકલ્પ અને પ્રાર્થના કરવાનાં છે કે અમારો વિવેક વધવો જ જોઈએ, વધારીશું જ, અને અમારામાં પેઠેલી – પેલી ક્ષુદ્રતા ઘટવી જ જોઈએ, ઘટાડીશું જ. વિવેકથી ચિંતન ઊજળું બને, ધર્મઆરાધના તેજસ્વી બને, અને ઘણા બધા દોષોથી બચી જઈએ. આપણે ક્ષુદ્ર ન થઈએ, હિમણા ને હલકા ના રહીએ, સંકુચિત કે જડ ન બનીએ. આપણે થઈશું ઉદાર, વિશાળ, નિર્મળ અને સત્ત્વશીલ. સૌનો સ્વીકાર કરે તે સમ્યકત્વી. ઈન્કાર કરે તે મિથ્યાત્વી. અને છેલ્લે, તમે સહુ, આ પત્રો વાંચનારાઓના દિલને દૂભવવામાં જાણ્યઅજાયે નિમિત્તભૂત બન્યો હોઈશ, તે બદલ ક્ષમાપના કરું છું. સૌને મિચ્છા મિ દુક્કડં. (ભાદરવો-૨૦૧૮) C
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy