SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા કાન સુધી કાં તો પહોંચતી નથી, કાં કાનના પડદા સાથે અફળાઈને પાછી ફરે છે. ખરું જુઓ તો આપણને આપણા આત્મામાં અને આત્મકલ્યાણમાં લગરીક પણ રસ નથી રહ્યો. એનું જ પરિણામ છે કે ધર્મ કરવા છતાં જ્ઞાનીઓની વાતો આપણા હૈયામાં ઊતરતી નથી, અને સંસારનું પરિભ્રમણ અટકાવવાનું આપણને મન થતું નથી. મૃત્યુ એ આપણા માટે સર્વોપરી દુઃખ છે, અને મૃત્યુ થાય તે સાથે મરનારના સંસારનો અંત આવી ગયો હોય એમ આપણે વર્તીએ છીએ. ભવભ્રમણ અંગેની સમજણ તો જાણે આપણામાં ઊગતી જ નથી ! આમાં ભવભ્રમણનો અંત કેમ આવશે? અને તો ધર્મનું તથા ધર્મ વડે ઉપજતું સુખ પણ કેમ લાધશે ? ચાતુર્માસમાં થતી ધર્મ આરાધનાના પ્રભાવે મોહનીય કર્મો અથવા મોહદશા જરાક આઘીપાછી થાય, અને ઉપર નોંધેલી વાતોનો મર્મ સમજાઈ જાય, એવી આશા રાખીએ. (શ્રાવણ-૨૦૬૫) ચાતુર્માસ
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy