SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આફતનો જ એટલે કે મરઘાં-વિનાશનો જ કુદરતે આપેલો પ્રત્યાઘાત અથવા જવાબ હતો, એમ કોઈ કહે તો કેવું લાગે? ભણેલા પંડિતો (!) તરત કહેશે : આવી ધડમાથાં વિનાની અવૈજ્ઞાનિક વાતો કેમ કરો છો? બર્ડ ફ્લૂ-ઘટનાને અને પૂર-હોનારતને કોઈ જ સંબંધ નથી, કે નથી આવી કલ્પનાને કોઈ વૈજ્ઞાનિક આધાર! મને કહેવા દો કે, વૈજ્ઞાનિક આધાર ભલે ન હોય, પણ પ્રાકૃતિક આધાર તો અવશ્ય છે. પ્રકૃતિ અર્થાત્ કુદરત, અને તેનો સાર્વભૌમ કાયદો સમગ્ર સચરાચર જગત ઉપર સદા-સર્વદા વ્યાપેલો છે, પ્રવર્તમાન છે. પ્રકૃતિના કાયદાનો ઈન્કાર કરે તેને ‘વિજ્ઞાન’ કે ‘વૈજ્ઞાનિક’ ગણાવવું એ પણ એક તૂત છે, ભ્રમણા છે, અને છેતરપિંડી છે. જે વૈજ્ઞાનિક હોય તે પ્રાકૃતિક હોય જ. પ્રાકૃતિક ન હોય તે કોઈ રીતે વૈજ્ઞાનિક ન જ હોઈ શકે. અને પ્રકૃતિના વિજ્ઞાને અને કાનૂને પુરવાર કરી આપ્યું છે કે જેવો આઘાત તવો પ્રત્યાઘાત મળે જ. તમે કરોડો નિર્દોષ મૂંગા જીવોનો અકારણ સંહાર કર્યો, તો તેનું વળતર તમને આવી અઘટિત ગણાવાય તેવી ભયંકર હોનારતોના સ્વરૂપે મળવાનું જ. આમાં અતાર્કિક, અવૈજ્ઞાનિક, અપ્રાકૃતિક કશું જ નથી. આપણે બચવાનું છે, સીધી કે આડકતરી હિંસાથી. હિંસાની આવી કોઈ પણ ઘટના બને, જાણવા મળે, એ સાથે જ હૈયું કંપવું જોઈએ. હૈયે મૂંગી ચીસ ઊઠવી જ જોઈએ. એ જીવોને બચાવવાની પ્રાર્થના અને લાગણી જાગવી જ જોઈએ, અને ‘દુનિયાના કોઈપણ છેડે-ખૂણે ચાલતાં આ દુષ્કૃત્ય માટે હું પણ કોઈ રીતે જવાબદાર છું' એવી ભાવના સાથે ૫રમાત્મા પ્રત્યે તેમજ સર્વ જીવો પ્રત્યે ક્ષમા-યાચના કરવાનો ભાવ મનમાં પ્રગટાવવો જ જોઈએ. કુદરતી અને અકુદરતી હોનારતોમાં જાતને બચાવવાનો આ છે એકમાત્ર રામબાણ ઇલાજ. (ભાદરવો-૨૦૬૨) ધર્મચિન્તન
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy