SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ભવાંતરમાં દુઃખ તથા દુર્ભાગ્ય તો પામવાના જ; ઉપરાંત ભવોભવમાં વીતરાગના ધર્મમાર્ગથી વંચિત - દૂર રહી જવાના. અને એવું બની જાય કે, પેલો “પડેલો જીવ, તેનાં કર્મો બદલાઈ જાય અને પાછો ધર્મના - સંયમના રાજમાર્ગે ચડી જઈને પાપોનો ક્ષય કરી નાખે અને તરી જાય. પડેલા ચડી શકે, પણ પાડનારા અને પડતાની હીલના કરનારા માટે ચડવાના ચાન્સ દુર્લભ. તમારે દુર્લભબોધિ બનવું છે? મિથ્યાત્વ જ તમને વધુ ફાવે છે ? સમકિત અને સતધર્મથી હંમેશ માટે વેગળા રહેવું છે? ભગવાનનો ધર્મ અને સાધુ ખોટાખરાબ જ હોય એમ માનવામાં જ તમને સારું લાગે છે? ઉપરના સવાલોનો જવાબ જો “હા” હોય તો જ પડતા જીવની હાંસી કરજો. તો જ સાધુની અને ધર્મની નિંદા તથા હીલના કરજો . અમે ક્યારેય તમને રોકવાની મહેનત નહિ કરીએ. તમારુયે ભલું થાય એવી દવા જ ચિંતવીશું. અને ઉપરોક્ત સવાલોના જવાબમાં તમારી “ના” હોય, તેમ જ તમે સાચા હૃદયથી શ્રાવક તથા ધર્મપ્રેમી હો, તો આ પત્ર વાંચવાની સાથે જ પ્રતિજ્ઞા કરજો કે કોઈપણ સાધુ-સાધ્વીની અમે નિંદા નહિ કરીએ. ધર્મની હલના થાય તેવી વાત કે વર્તાવ નહિ આચરીએ. સંઘની માનમર્યાદા નહિ લોપીએ. શ્રાવકને સંબોધન થાય છે: દેવગુરુધર્મ આરાધક. તેમાં વિરાધક નથી લખ્યું હોતું. આરાધક કેવા હોય? કેવા હોવા જોઈએ? શું કરવાથી અને શું ન કરવાથી આરાધક થઈ શકાય? તેનો શાંતિથી વિચાર કરજો. બહુ લાભ થશે. (આસો-૨૦૧૮) • નહી લામિક
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy