SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ દેશ અને દુનિયા અત્યંત વિષમ, સંકટગ્રસ્ત અને ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ભગવાન માટે અંગ્રેજીમાં GOD શબ્દ છે. એના ત્રણે 2492Grufi (Generation) pala (operation) 247 cluziela } વિનાશ (Distruction) એમ ત્રણ વૈશ્વિક પ્રક્રિયાનું સૂચન કરે છે. આજે પ્રવર્તતી ઘટમાળ કે દુર્ઘટનાઓ એ આ ત્રણમાંની ત્રીજી- Distruction ની પ્રક્રિયા પ્રારંભાઈ હોવાનો, કદાચ, સંકેત આપે છે. સૃષ્ટિ અને સંહાર, જન્મ અને મૃત્યુ, સંયોગ અને વિયોગ - એ આપણાં સંસારનું સનાતન સત્ય છે. આ બે પરસ્પરના વિરોધી પરિબળો ન હોય, ન પ્રવર્તતાં રહે, તો સંસાર નભે જ નહિ. “સંસાર ને જો એક ગંજાવર મેન્યુફેક્યરીંગ કંપની તરીકે, સ્વીકારીએ તો તેનો મુદ્રાલેખ “સર્વ ક્ષણિક - બધું જ નાશવંત - ક્ષણભંગુર, અસ્થિર અને તેથી અસાર-અવિશ્વસનીય – એવો જ માનવો પડે. અત્યારે પ્રવર્તતી પરિસ્થિતિ એટલે સંસારરૂપી કંપનીના અધિપતિ (M.D.) એવા કાળદેવતા દ્વારા આ મુદ્રાલેખનું પ્રત્યક્ષ અમલીકરણ. જો બધું જ નાશવંત હોય તો ભરોસો શેનો કરવો ? આશ્વાસન કયાંથી મેળવવું? આપણા જેવા પામર આદમીઓની આવી અમૂંઝણનો એકજ જવાબ છે - ધર્મનું શરણું. બધું જ નાશ પામે; બધું જ છૂટી જાય, છોડવું જ પડવાને; આપણી નજર સામે બધું ખતમ થતું હોય અને આપણે અસહાય બનીને જોયા કરવાનું આવે; આવી વારંવાર, બબ્બે સતત આવ્યા કરતી અવદશામાં આપણું સાચું આશ્વાસન અને રક્ષણ એકજ : ધર્મનું આરાધન, ધર્મનું શરણ, ધર્મની આસ્થા. બધું જ ટળી જાય ત્યારે પણ જે આપણો સાથ ન છોડે અને આપણને હામ, હૂંફ, હિંમત અને હોશ આપે તેવી ચીજ માત્ર ધર્મ છે. આજના વિષમ વાતાવરણમાં ધર્મને આશ્રયે વર્તશે તે જીવતાં ને મરતાં પણ પોતાનું સાધી જશે. બાકી તો સંસારના કીડા છીએ જ. ધર્મી, સર્જન અને સમજદાર માણસોને ભાગે માત્ર હેરાનગતિ, પીડા અને અડચણો કેમ? અને અધર્મી, દંભી, ભ્રષ્ટ તથા હીન-આચારવાળા લોકોને લીલાલહેર, વાહવાહ તથા હાડોહાડ ખોટા-પ્રપંચી હોય છતાં તેઓ જ સારાસાચા એવી માન્યતા કેમ? વિચારશીલ એવા અનેક આત્માઓને સતત પજવતી, આ સમસ્યાનો શાસ્ત્રાધારિત ઉકેલ કાંઈક આ પ્રમાણે હોઈ શકે ?
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy