SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શાંતિ પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય મનુષ્ય માત્ર શાંતિ ઝંખે છે. સૌને શાંતિથી જીવવું છે અને પોતાનું જીવન વર્તે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અશાંતિ ન આવે તેવી આશામાં જીવવું છે. શાંતિ એ મનુષ્યની મૂળભૂત ઝંખના છે. પરંતુ આજના વ્યાપક સંજોગો જોતાં શાંતિની આ ઝંખના નરી મૃગતૃષ્ણા જ પુરવાર થાય તેમ છે. ક્યાંય શાંતિ નથી. કોઈનેય શાંતિ નથી. જ્યાં જુઓ ત્યાં અશાંતિ અને માત્ર અશાંતિ નજરે પડે છે. એક ચહેરો એવો જોવા નથી મળતો, જેના પર શાંતિ લીંપાયેલી હોય, એકે એક ચહેરો અશાંતિથી જ ખરડાયેલો અનુભવાય છે. દેશ-કાળ પણ અત્યંત વિષમ છે. અવસર્પિણી કાળ એટલે ઘટતો કાળ - બ્રાસનો કાળ, એ સાચું, પણ આટલી બધી ઝડપથી બધાં સારાં વાનાં અને સાચાં મૂલ્યોનો હ્રાસ થઈ શકે તે તો અકલ્પનીય છે. ક્યાંક ધરતીકંપ થાય છે, તો ક્યાંક કારમો દુકાળ પ્રવર્તવા માંડયો છે. છપ્પનીયા કાળની શતાબ્દી ઉજવાતી હોય તેવું લાગે. ક્યાંક અતિવૃષ્ટિ અને પૂરના પ્રકોપ થઈ રહ્યા છે. અને આર્થિક દૃષ્ટિએ તો ચારેકોર વિહ્વળતા અને અભાવગ્રસ્ત દશા જ છવાઈ ચૂકી છે. વ્યાપક મંદીની નાગચૂડમાં આખો દેશ ફસાઈ ચૂક્યો છે. સૌને પોતાનું ભાવી ધૂંધળું લાગે છે. “કાલે શું થશે?' તેની ફડકમાં જ સૌ મોટેભાગે જીવે છે. અશાંતિ સર્વત્ર છવાઈ છે તે હકીકત છે. દિન દહાડે તે વધતી જ જવાની છે એમાં પણ કોઈ શંકા નથી. આવા વિષમ સંયોગોમાં તેનાં કારણોની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. અત્યારે તો એક જ વાતની જરૂર છે : આ અશાંતિથી બચવાનો ઈલાજ શોધી કાઢવાની. બહારની અશાંતિ કે તેના કારણો ન મટે તો પણ અંદર - અંતરમાં શાંતિ જળવાઈ રહે તેવો કોઈ ઉપાય શોધવો જ રહ્યો અને યોજવો જ રહ્યો. મનુષ્ય ભયમુકત બનીને જીવે એની આજે તાતી જરૂર છે. ભય, ઉદ્વેગ અને ઉચાટ માણસને શૂન્ય બનાવી દે છે, અને પછી અશાંતિથી બચવાના સંજોગો નજર સામે હોવા છતાં તે તેને દેખાતા નથી. આ પરિસ્થિતિમાંથી બચાવે એવી એક જ ચીજ છે : ધર્મશ્રદ્ધા. સાનુકૂળ સંયોગો હોય ત્યારે રાખવી સાવ સહેલી, પણ પ્રતિકૂળ સંયોગો સર્જાય ત્યારે - ૧૭ - ધામિક
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy