SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ એ આપણાં આત્મકલ્યાણની યાત્રાનો પહેલો મુકામ છે, અને સમ્યકત્વના મુકામને સર કરનારો પુણ્યાત્મા, એક દિવસ અવશ્ય શિવગતિના આખરી મુકામે પહોંચવાનો જ છે, તે નિઃશંક છે. આપણા પ્રચંડ પુણ્યયોગે, આપણે ત્યાં ઠેર ઠેર ભવ્ય જિનમંદિરો ઉપલબ્ધ છે, અને એ મંદિરોમાં અતિભવ્ય, નયનમનોહર જિનપ્રતિમાઓ પણ પ્રતિષ્ઠિત છે. આપણા પૂર્વજોએ તેમજ આપણા અત્યારના સમયના પુણ્યવાન લોકોએ આપણા માટે કેવી શ્રેષ્ઠ અને શુભ વ્યવસ્થા કરી આપી છે ! આ શુભ વ્યવસ્થાનો લાભ લેવામાં પાછી પાની કરવાની ન હોય. આપણો તો એક જ નિશ્ચય હોય પૂજા કરવી છે. પુણ્ય પ્રગટાવવું છે. અને આત્માને ઊર્ધ્વગામી બનાવવો છે. (ફાગણ-૨૦૧૫)
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy