SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સાર એટલો જ કે સાધુ આટલી બધી કઠિન ચર્ય પાળે અને વસમા ઊનાળામાં પણ વિહારયાત્રા ચાલુ રાખે તો તે દ્વારા તે સમાજ ઉપર ઉપકાર જ કરે છે. આ ઉપકારનું વળતર, કોઈવાર, તમે ન વાળો કે ન ચૂકવો તો ખાસ વાંધો નથી. માત્ર ઉપકાર કરનારનો અનાદર કે અવહેલના કે અપમાન ન કરો, તો પણ ઓછું નથી. અસ્તુ. - તા. ૨૨ જૂને આદ્ર નક્ષત્ર બેસે છે તે દિનથી કેરીનો ત્યાગ કરવાનું ભૂલશો નહિ. આપણા મહાન ગુરુભગવંતોની શાસ્ત્રવિહિત આ પરંપરા છે કે ફાગણ શુદિ પૂનમ પછી જ કેરી ખપે અને આર્કા નક્ષત્રે બંધ થાય. આજકાલ કેટલાક લોકો છૂટ લેતાં સંભળાય છે, પણ તે તેમના ગુરુઓની પણ પરંપરાથી વિરુદ્ધ જ છે. રસનું પોષણ નિવારવું એ પણ સાધના છે તેવું સમજાય તે આવી છૂટ લે નહિ. (જેઠ-૨૦૬૨)
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy