SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ વિહારમાં ગરમીનો અનુભવ ખરેખર વિકટ અને અકળાવનારો બની રહે છે. આપણી ધરમૂળથી બદલાયેલી જીવનપદ્ધતિને કારણે હવેનાં શરીર જરા વધુ સુંવાળાં બન્યાં. સહન કરવાની શારીરિક ક્ષમતા ઘટી. એ સાથે જ વાતાવરણમાં ઉષ્ણતામાન પણ અકલ્પ્ય હદે વધ્યું છે. જંગલો નાશ પામ્યાં. નદીઓ અને જળાશયો સૂકાયાં. પાણીની કારમી ભીંસ વ્યાપક બની. સાથે સાથે, ચારેકોર ડામર તથા સિમેન્ટનાં બાંધકામો પથરાઈ ગયાં છે. પેટ્રોલિયમ-પેદાશોના વ્યાપક ઉપયોગને કારણે વાયુમંડળ ભયજનક હદે દૂષિત છે. ઘોંઘાટના પ્રદૂષણની કોઈ સીમા નથી રહી. વાહનો, રેડિયો-ટી.વી. વગેરેનો તેમજ માનવસર્જિત અનેક પ્રકારનો ઘોંઘાટ એ જાણે જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. આનાથી થતાં નુકસાનોનો આજના માણસને કોઈ અંદાજ પણ નથી, અને તે હોય તો તેની કશી પરવા પણ તેને નથી. પણ આ બધાં પરિબળોને કારણે આજે ગરમીની ઋતુ અતિશય વસમી અને અસહ્ય બની છે તે નક્કી. આવી ગરમીમાં ડામરની સડકો પર ઉઘાડા પગે – માથે ચાલવું, જ્યાં જાય ત્યાં જેવાં – પડતર, ગંદાં, બંધિયાર, હવા-પવનવિહોણાં, ગટરની સાથે સંકળાયેલા, પતરાંવાળા કે સ્લેબવાળાં, મકાન હોય તેમાં ૨૪ કલાક રોકાણ કરવાનું; આગવરસતા બપોરે માખીઓના અને ધગધગતી રાતોએ મચ્છરોના પરિષહ વેઠતાં ઉજાગરા કરતાં રહેવાનું. આહારચર્યામાં જે સ્થાનમાં જેવી અને જેટલી સુવિધા મળે તેમાં ગમે તેટલી દુવિધા હોય તોય તેનો ચૂપચાપ સ્વીકાર કરી લેવાનો પાણી તૈયા૨ ન હોય – મોટાભાગે તે તૈયાર થાય. પછી ઠારવાનાં સાધનો માટેની કડાકૂટ, અને તે બધું કર્યા પછી ઠરે અને ઉપયોગ કરવાનો આવે ત્યાં સુધી આકરા શોષ અને તરસ ખમવાનાં. એમાં ઠેરઠેર ચાલી રહેલા રસોડાના નિયુક્ત લોકો. મનમાની વ્યવસ્થા આપે તો તે ફરિયાદ વિના સ્વીકારી લેવાની નાના-મોટા સાધુ કે સાધ્વીઓ હોય, અને તેમનાથી આ બધું કદાચિત્ ખમાતું ન હોય અને ઊનવા, એસિડિટી વગેરેનો પ્રકોપ થઈ જાય તો તેમને પણ સંભાળવાના આ બધા અનુભવોનો સરવાળો એટલે વિહાર! અને આવા વિહાર કરીને આવે પછી પણ તેમની કિંમત કેટલી? વાતો આપણા કહેવાતા શ્રાવકો ભલે ડાહીડાહી કરે, પણ અનુભવ બહુ જ જુદો થાય છે. પોતાને ત્યાં આવેલા કે બોલાવેલા મહેમાનોને, જરૂર ન હોય તો પણ,
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy