SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ તગડી એ અમારા માટે તીર્થધામ છે. ગઈ શતાબ્દીના તેમજ એકવીસમી શતાબ્દીની પહેલી પચ્ચીસીના, જૈન સંઘના એક શ્રેષ્ઠ, પ્રભાવક, સંઘનાયક આચાર્યભગવંત શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજના સમાધિમૃત્યુનું એ પાવન સ્થાન છે. જૈન શાસનના ધોરી અને આગેવાન આચાર્ય કેવા હોય, કેવા હોવા જોઈએ, એનું જ્વલંત અને કદાચ અંતિમ ઉદાહરણ એટલે આ આચાર્યદેવ! સંઘના નાયક આચાર્ય ગીતાર્થ હોય. ગીતાર્થ એટલે કોરા-લુખ્ખા શાસ્ત્રજ્ઞાતા જ નહિ, પણ અનુભવજ્ઞાની હોય. પીઢ-ગંભીર હોય. ચેલાના કે અન્યના દોર્યા દોરવાય તેવા ન હોય, પણ સ્વતંત્ર વિચારશક્તિ, નિર્ણયશક્તિ અને વિવેકશીલતાના સ્વામી હોય. દીર્ઘદ્રષ્ટા, દૂરંદેશી હોય. પૂજ્યપાદ નંદનસૂરિ મહારાજ આ તમામ ગુણોના ધારક સ્વામી હતા, તેથી જ તેઓ વાસ્તવમાં સંઘનાયક તરીકેની સાર્વત્રિક સ્વીકૃતિને પામ્યા હતા. તેમણે ગચ્છાધિપતિનું કે સંઘાચાર્યનું કે તેવું અન્ય કોઈ બિરૂદ નહોતું સ્વીકાર્યું,પરંતુ તેવાં સઘળાંએ બિરૂદોનેય અતિક્રમી જાય તેવો પ્રભાવ તેમનો શ્રીસંઘ ઉપર વર્તતો હતો, તે પ્રત્યક્ષ નિહાળ્યો છે. આજના તમામ ગચ્છાધિપતિઓ તથા સૂરિવર્યો ભેગા થાય તો પણ તેઓ શ્રીનન્દનસૂરિ મહારાજની ઊંચાઈને કે ગીતાર્થતાને આંબી ન શકે. - આ આચાર્ય ભગવંત શત્રુંજયગિરિવર ઉપર બંધાયેલ નવી ટૂંકની પ્રતિષ્ઠા માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વિનંતિથી વિહાર કરી જઈ રહ્યા હતા ત્યારે, સં. ૨૦૩૨ના મા.વ.૧૪ના રોજ તગડી-ઉપાશ્રયમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. તેમની પુણ્યસ્મૃતિમાં નિર્માણ પામેલું તીર્થ તે આ નન્દનવન તીર્થ. અહીં વિહારકાળમાં આશરે ત્રણેક હજા૨ સંયમધર આત્માઓ પધારે છે, અને તેમની ચરણરજ આ ધરતી પર સતત પડતી રહે છે, માટે પણ આ ક્ષેત્ર એ તીર્થભૂમિ ગણાય. શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનના અતિભવ્ય અને મનભાવન બિંબથી અધિષ્ઠિત ભવ્ય જિનાલય અત્રે વિલસી રહ્યું છે, માટે પણ આ ભૂમિ તીર્થભૂમિ જ ગણાય. અહીંયા સ્થિરતા દરમિયાન, પૂજ્ય ગુરુભગવંત શ્રી વિજયસૂર્યોદયસૂરિ મ.ની નિશ્રામાં કેટલાંક નૂતન ભવનોનું ઉદ્ઘાટન થયું. પ્રભુજીના અભિષેક
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy