________________
તેઓશ્રીએ છેદ-ગ્રંથો સિવાયના તમામ આગમગ્રંથોનું પોતાની જાત-દેખરેખ હેઠળ મુદ્રણ કરાવ્યું.
કાગળમાં છપાયેલ-મુદ્રિત કરાયેલ આગમિક સાહિત્ય તત્કાળ તો ઉપયોગી બને જ, પણ તેની અવિચ્છિન્ન પરંપરા-ધારા ચાલે તે શક્ય ન હતું, તેથી આગમોને જો આ૨સ ઉપ૨ કોતરાવીને લિપિબદ્ધ કરવામાં આવે તો તેનું આયુષ્ય કદાચ હજારો વર્ષનું બની જાય તે દૃષ્ટિએ તેમણે આગમમંદિરનાં નિર્માણ કરાવ્યાં.
પાલિતાણામાં આગમમંદિરનું નિર્માણ
મૂર્તિપૂજા અને દયા-દાનના વિરોધીઓ તરફથી મૂળ આગમોમાં પાઠ-ભેદ કરાઈ રહ્યા હતા તથા પોતાની માન્યતાને અનુકૂળ ન હોય તેવા આગમ-પાઠોને કાઢી નાખવાની ધૃષ્ટતા પણ કરવામાં આવી રહી હતી, તેથી આગમોની મૌલિકતાનું રક્ષણ કરવું ખૂબ જરૂરી બન્યું હતું. તે માટે આગમમંદિરનાં નિર્માણ કરવાં આવશ્યક હતા.
પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રીજીએ આરસની શિલાઓમાં ભારે જહેમત અને કાળજીપૂર્વક ગીતાર્થ-માન્ય આગમ પાઠોને કોતરાવીને ચિરંજીવ બનાવવાનું મંગલ-કાર્ય કર્યું.
પૂ. પરમતારક ગુરુદેવ આગમોદ્ધારકશ્રીજીની પાવન-પ્રેરણાથી શ્રીશત્રુંજય તીર્થાધિરાજની જયતળેટીમાં અતિ દેદીય્યમાન ભવ્ય દેવવિમાન તુલ્ય શ્રી વર્ધમાન જૈનાગમ મંદિરનું નિર્માણ થયું, જેમાં વર્તમાનકાળમાં ઉપલબ્ધ અતિ પ્રામાણિક પિસ્તાલીસ આગમોને સુંદર મકરાણા આરસની શિલાઓમાં કોતરાવવામાં આવ્યા છે. આ કાર્યમાં અત્યંત શુદ્ધિ જાળવવામાં આવી છે. પૂજ્યશ્રીએ જાતે ટકેદારી રાખીને અતિ શુદ્ધપણે આ કાર્ય સમ્પન્ન કરાવેલ છે અને એ રીતે પૂ. દેવર્કિંગણી ક્ષમાશ્રમણ દ્વારા નિર્ણીત કરાયેલ આગમ-પાઠોને શિલારૂઢ કરીને ચિરંજીવ
બનાવાયા.
સુરતમાં આગમમંદિર
આ જ પ્રમાણે... સૂર્યપુરી (સુરત)ના ગોપીપુરામાં શ્રી વર્ધમાન-જૈન તામ્રપત્રઆગમમંદિરનું નિર્માણ પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રીજીની પુણ્ય-પ્રેરણાથી થયેલ છે.
આ ભવ્ય મંદિર માત્ર નવ મહિનામાં ત્રણ માળનું સુંદર ભવ્ય વિમાન-સદેશ તૈયાર થયેલ છે.
આરસમાં કોતરાવેલા આગમો આપત્તિના સમયમાં સ્થાન-પરિવર્તન કરાવવા શક્ય ન બને, કારણ કે તેમ કરવામાં તૂટ-ફૂટનો ડર રહે. વળી, આરસની શિલાઓ અતિ ભારે હોય તે દૃષ્ટિએ પૂજ્યશ્રીજીએ પિસ્તાળીશેય આગમોને તામ્રપત્રમાં ઉપસાવેલા (ખોદાવેલા નહિ) અક્ષરો દ્વારા કોતરાવ્યા અને તે તામ્રપત્રમય આગમમંદિર અતિભવ્ય તૈયાર કરાવીને ભાવિ જિનશાસનના વારસદારોને અણમોલ આગમ-વારસો અર્પણ કર્યો. પૂજ્યશ્રીના વિરહ બાદ પૂજ્યશ્રીની પરંપરામાં આવેલા અનેક પૂજ્યોની પ્રેરણાથી પ્રભાસપાટણ, શ્રી શંખેશ્વર, પૂના, ઉજ્જૈન, મુંબઈ (પાલ), નવસારી, બામણવાડા આદિસ્થાને પણ આગમ મંદિરના નિર્માણ દ્વારા આગમ સુરક્ષા કાર્યો થવા પામ્યાં છે.
૧૬
આગમની સરગમ