SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આ સમયે પોતાની પ્રાણ-રક્ષાની દોડાદોડમાં અનેક જિનાલયોની સુરક્ષા ખોરવાઈ અને આગમોના પઠન-પાઠનની વ્યવસ્થાને પણ ભારે ધક્કો પહોંચ્યો. આ બધાના મૂળ કારણરૂપ પુષ્પમિત્ર હતો. કલિંગાધિપતિ મહારાજા ભિકખુરાય ખારવેલને એમ સમજાઈ ગયું કે, “એક સામાન્ય સેનાપતિ મગધ જેવા પવિત્ર દેશમાં ધર્માધતાભર્યા ઝનૂનના જોરે આવો ઉત્પાત મચાવે તે અત્યંત અનુચિત જ ગણાય. આવા ઉત્પાતના કારણે નિષ્કારણ સાધુઓના લોહીની નદીઓ વહે છે તો કેટલું ખોટું?” બની [ આ કારણે ખારવેલે પટણા ઉપર ચઢાઈ કરી અને પુષ્પમિત્રને પરાજિત કરીને પંજાબ બાજુ ભગાડી મૂક્યો. આમ, પટણામાં અશાંતિ-ઉપદ્રવનું નિવારણ કર્યું, પરંતુ હવે પટણામાં જૈન સાધુઓને રહેવા યોગ્ય વાતાવરણ નહિ હોવાથી મહારાજા ખારવેલ તમામ મુનિભગવંતોને પોતાના દેશ ભણી પધારવા આગ્રહભરી વિનંતી કરી, એથી સાધુઓનો બહુ મોટો કાફલો કલિંગ દેશ તરફ આગળ વધવા લાગ્યો. વચ્ચે જંગલમાં મોટી નદી આવી. એ પાર કરવી અશક્ય જણાઈ, પરંતુ નદી પાર કરવી જરૂરી હતી, ત્યારે ખારવેલ મહારાજાએ નદીમાં આ કિનારાથી પેલા કિનારા સુધી ગજરાજોની કતાર લગાવી પુલ બનાવી એના ઉપરથી મુનિઓને નદી પાર કરાવી જૈનમુનિઓને પોતાના દેશમાં પધરાવ્યા, પરંતુ આ અસ્તવ્યસ્ત વાતાવરણના કારણે સાધુઓનું અધ્યયન-અધ્યાપનકાર્ય ખોરંભે ચઢ્યું, તેથી વિનાશ પામતા જતા આગમો બચાવી લેવા માટે મહામેઘવાહન ખારવેલે વિનંતી કરી અને પૂ. આ. શ્રી સુસ્થિતસૂરિ મ. અને પૂ. આ. શ્રીસુપ્રતિબદ્ધસૂરિ મ.ની અધ્યક્ષતામાં ત્રીજી આગમ-વાચના કરાવી. આ આગમ-વાચનાનું સ્થળ હતું : શત્રુંજયાવતાર તીર્થસ્વરૂપ કુમરગિરિ. આ સ્થળે બૃહદ્ શ્રમણસંઘનું સંમેલન થયું અને ત્રીજી આગમ-વાચના સંપન્ન થઈ. આ વાચનામાં અગિયાર અંગો અને દશ પૂર્વોના પાઠ વ્યવસ્થિત કરવામાં આવ્યા. પૂ. આ. શ્રી બલિસહસૂરિ મહારાજે આ વાચનાના અવસરે વિદ્યાપ્રવાદનામના પૂર્વમાંથી અંગવિદ્યા વગેરે શાસ્ત્રોનો ઉદ્ધાર કર્યો હતો. જો ( આ વાચના અંગેનો ઉલ્લેખ અતિ પ્રાચીન હિમવંત સ્થવિરાવલી’ નામના ઐતિહાસિક ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. તે ગ્રંથમાં વિશેષરૂપે એમ પણ જણાવ્યું છે કે, “આ શ્રમણ-સંમેલનમાં જિનકલ્પીની તુલના કરનારા પૂ. પાદ આ. શ્રી મહાગિરિજી મ.ના શિષ્ય-પ્રશિષ્યો પૂ. આ. શ્રી બલિસ્સહસૂરિ, પૂ. દેવાચાર્યજી મ., પૂ. આ. શ્રી ધર્મસેનસૂરિ મ. વગેરે ૨૦૦ શ્રમણો, પૂ. આ. શ્રી સુસ્થિતસૂરિ વગેરે સ્થ રકલ્પી 300 શ્રમણો, આર્યા પોઇણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, સીંવદ, ચૂર્ણક, સેલગ વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણમિત્રા વગેરે ૭૦૦ શ્રાવિકાઓ એકત્રિત થયાં હતાં.” આ વાચનાનો સમય, મહામેઘવાહન કલિંગાધિપતિ સમ્રાટ ખારવેલના રાજ્ય-સમય વીર નિ. સં. ૩૦૦થી ૩૩૦ સુધીના મધ્યનો હોય તેમ સંભવિત છે. આ ચોથી આગમ-વાચના વિ. સં. ૧૮૦થી ઉત્તર ભારતમાં ભયંકર દુકાળ ફેલાઈ ગયો. અંતિમ દશપૂર્વધર, બાળપણથી જ પરમ વૈરાગી અને અનુપમ-સંવેગને ધારણ કરનારા આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy