SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ધમ્મિલ કુમાર - ખોટાને માટે થયું. હવે શું કરવું ? મેં તો જાણ્યું કે પુત્રનું ચિત્ત સંસારમાંથી ઉઠી ગયું છે તે નકી સાધુ થઈ જશે, તે ઘર ઉજજડ, થઈ જશે, તેના વગર શૂન્ય જેવું થઈ જશે, જેથી તેના પિતાની નામરજી છતાં મેં તેને સંસારના બંધનમાં નાંખવાને જુગટિયા લેકના ટેળામાં રાખે, દ્રવ્યની આહુતિ આપી, પણ સર્વે વ્યર્થ થઈ. મારી મહેનત બરબાદ ગઈ, ને કરે તો વેશ્યાગામી થઈ ગયે. સંસારના બંધનમાં બંધાવાથી પ્રથમ તે હું ખુશી થતી હતી, પણ આ તે ઉલટી બૂરી થઈ; તેને માટે રજની આઠ આઠ હજાર સોનામહોરે મોકલવી પડે છે. મેં જાણ્યું કે વેશ્યાને ત્યાં સર્વ કળા શીખીને છોકરે. હોંશિયાર થશે; પણ ધારેલા દાવતો અવળા પડ્યા. ખરે વિધિઈચ્છા બળવાન છે.” એક પ્રૌઢ વયમાં આવેલી સુંદર સ્ત્રી ઉપર પ્રમાણેના વિચાર કરતી ઉદાસ ચહેરે પોતાના વિશાળ મકાનના સુંદર રિડામાં અત્યારે જોવામાં આવે છે. તેની પુખ્ત ઉમર છતાં તેના શરીરનાં સુલક્ષણો ઉપરથી તેનું સુખ, સૌભાગ્ય અને લક્ષ્મી પ્રગટ જણાય છે; પરન્તુ પુત્રના દુરાચારથી અત્યારે તેનું મન કાંઈક ખિન્ન થયું છે. પુત્રને ઠેકાણે લાવવાની કોઈપણ યુક્તિ હવે તેની પાસે રહી નથી અને જે યુક્તિ હતી તેનો ઉપયોગ કરવાથી ઉલટી અવળી પડી ગઈ. જેથી તે નિરાશ ચિત્તે દિવાનખાનામાં બેઠી બેઠી ઉપર પ્રમાણેના વિચારો કર્યા કરતી હતી. પુત્રવધને જોઈને અંતરમાં બેન્યા કરતી હતી. આ રમણી તે ધન્મિલની માતા સુભદ્રા હતી. | મેં તો તને પ્રથમથી જ કહ્યું હતું કે પુત્રને નીચ બતમાં રાખે રહેવા દે અને જેમ દેવની ઇચ્છા હોય તેમ થવા દે. પણ તે મારૂં કહ્યું માન્યું નહિ, તું તારી હઠમાં ભરાઈ. સ્ત્રીહઠ બળવાન છે. છોકરાને તે હાથે કરીને નીચની સંગતિમાં રાખ્યો અને પછી દુરાચારી થયે અને તે થાય જ. પ્રથમથી જ આપણે જાણીબૂજીને ભૂલ કરીએ, અવળે માગે ગમન કરીએ, તો પછી તેનું પરિણામ આપણે શાંતિથી ભેગવવું જોઈએ. કથેર વાવીને તેમાંથી આમ્રફળની ઈચ્છા રાખવી અથવા તે કાચના ટુકડાને રત્ન માનીને તેને ઉપયોગ કરે એ નરી મૂર્ણતાજ છે.”શેઠ સુરેંદ્રદત્ત ઘરમાં પ્રવેશ કરતાં સ્ત્રીને કહ્યું. હું શું જાણે કે પરિણામ આવું આવશે ને પુત્રને હાથથી
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy