SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જેટ યમ્મિલ કુમાર પોતાની કુમારી કન્યાને બીજા શ્રેષ્ઠીપુત્ર સાથે પરણાવી દીધી. તે બનાવ અન્ય કેટલાક સમય વહી ગયા. સુરેંદ્ર શ્રેષ્ઠી પણુ અનુકૂળ સમયની રાહ જોતા દિવસ વ્યતિત કરવા લાગ્યા. પ્રકરણુ ૯ મું. ' માલા. સારા. "" ફાટયું હીરાગળ હાય, તાંતણુ લઇને તુણીએ; કાળજ ફાટવું કાય, સાંધા ન લાગે સૂરા. “ અહા ! શું કરૂ ? ભણવામાં તે ચિત્તજ : ચોંટતું નથી. પાઠ ખરાખર ન થતા હોવાથી ગુરૂના શિક્ષકના રાજ એલ ભાઠપકા સાંભળવા પડે છે. પણ લાચાર! જ્યારે જ્યારે મનને દબાવીને પુસ્તકમાં ધ્યાન આપું છું ત્યારે ત્યારે એ સુંદર મ્હોં ! એ સુંદર મૃગસમ નયનો! એ મનોહર આકર્ષક મૂર્ત્તિ ! એ લાવણ્ય, સૂક્ષ્મ પ્રતિમારૂપે મારી નજર સામે ખડુ થઇને મધુર મધુર હાસ્ય કરતું મારૂં ચિત્ત ચળાયમાન કરે છે; અને એ પ્રિય મૂર્ત્તિમાં હું અને મારૂં હૃદય એકતાર થઇ જાય છે. એ અને હું એકજ જ્ઞાતિમાં ઉત્પન્ન થયાં છીએ. એકજ ગુરૂ પાસે શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. વળી એ પણ સુંદર છે, વિદ્વાન છે, વૈભવવત છે, ગુણવત છે, એનો ને મારા સંબંધ ચેાગ્ય છે, માટે પતિ તે આ ભવે બસ એજ ! જો માતાપિતા રાજી ખુશીથી એની સાથે મારા સબંધ ન કરે તેા કુમારિકા રહું પણ બીજાને તેા ન જ વરૂં ! આ ભવમાં તે એ, એ ને એજ !” સંપૂર્ણ નવીન ચાવનના લાલિત્યમાં રમણ કરતી એક માળા પોતાના મકાનના નાના પણુ એક સુંદર એરડામાં વિચાર કરતી આરામખુરશી ઉપર વ્યગ્ર ચિત્ત પડેલી છે. પડખામાં એક બે પુસ્તક પડ્યાં છે. વારે વારે પુસ્તક વાંચવાનો પરિશ્રમ કરે છે, પણ વ્યર્થ ! તેણીનુ ચિત્ત તા કુદરતના નિયમને અનુસરીને હાલમાં કેટલાક વખતથા પરવશપણાને પ્રાપ્ત થયું છે. ખાતાં પીતાં, હરતાં ફરતાં, સખીઓ સાથે રમતાં, ક્રીડા કરતાં,
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy