SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ કુમાર. રૂપી વલ્લીનું સેવન કરવાથી તે તે માત્ર આ ભવને જ નાશ કરનારી થાય, કિંતુ સ્ત્રી તે ધ્યાનમાત્રથી પુરૂષના બે ભવને નાશ કરે છે. બળતા થંભની માફક સ્ત્રીઓ સંસારમાં પુરૂષને તાપના હેતુભૂત છે; માટે આર્ય એવા જે સજજન પુરૂષોએ તેને છોડી છે તે જ જ્યવંત વર્તે છે.” એ પ્રમાણેની વરરૂચિની ચંદ્રના અંશુ સમી મધુર વાણું સાંભળીને જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવા ધર્મદરે ભવથી ઉદ્વિગ્ન થઈને સાતે ક્ષેત્રમાં પોતાનું સકળ ધન વાપરી નાંખ્યું ને ઉત્કૃષ્ટ તપ કરવાવડે સંસારરૂપી પંજર ભેદવાની ઈચ્છાવાળા તેણે સુમતિ નામના ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરી. ગુરૂ પાસે અનુક્રમે અગિયાર અંગના પારગામી થઈને તે ધર્મદત્તમુનિ પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે તે વાણારસી નગરીમાં આવ્યા, અને વાંદવા આવતા નગરવાસી જનોને ઉપદેશ આપીને આહંતુ ધર્મનું સામ્રાજ્ય એકછત્રપણે ત્યાં ફેલાવવા લાગ્યા. તેના માતાપિતા પણ તેને વાંદવા આવ્યા. ધર્મદત્તને વૈરાગ્યમય ઉપદેશ સાંભળીને યશેધર શ્રેષ્ઠી ચિરકાળથી સાલતે પુત્રવિયેગ પણ ક્ષણમાત્ર ભૂલી ગયો. સાધુને વેશ હોવાથી તેમજ તપથી શરીરની સ્થિતિ બદલાઈ ગયેલ હોવાથી યશોધર ડી પિતાના પુત્ર–ધર્મ દત્ત મુનિને ઓળખી શક્યા નહિ; પણ વ્યાખ્યાનમાં તેમને ઉપદેશ સાંભળીને તેમને વૈરાગ્ય આવ્યું. તે વારે દીનવદન એવા માતાપિતાએ તેમને દીક્ષા લેવાનું કારણ પૂછયું, તેના જવાબમાં પોતાની હકીકત ટુંકામાં જણાવી તેણે માતાપિતાને કહ્યું કે અહિં સંસારરૂપ નાટકમાં આ મારો પુત્ર, આ મારે ભાઈ એવા અજ્ઞાનજન્ય સંક૯પથી શા માટે દુખી થવું ? કારણ કે અનેક ભવભ્રમણમાં પિતા પુત્ર થાય છે, પુત્ર પિતા થાય છે. સમસ્ત પ્રાણુઓ વિવિધ પ્રકારના ભ કરવાવડે પુત્રપણાને પામે છે, તેમ છતાં પણ તમારું પુત્રપ્રેમથી મન વિહ્વળ થતું હોય તે તમે મને પોતાને જ ધર્મદત્ત જાણે. ધર્મદત્ત મુનિના આવા ઉપદેશથી અને સ્વર તથા વય ઉપરથી માતાપિતાએ તેમને ઓળખ્યા. તેમણે ઉચ્ચ સ્વરે પુત્રને કહ્યું કે “અરે પુત્ર! તે આ શું કર્યું?” - માતાપિતાને બંધ થવાને માટે તેણે કહ્યું—“તમારા જેવા
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy