SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ધમદેશનીં. " ૪૦૫ ત્યાગ કરીને રાજા અને ધમિલ પરિવાર સાથે શાંતિરૂપ અંભેધિમાં કીડા કરનારા, ઇંદ્રિયોને દમનારા; વિકાર રહિત એવું જેમનું વદનકમળ હમેશાં પ્રસન્ન છે એમા મુનિઓને નમ્યા. તેમના ચરણકમળની રજ પિતાના ભાલસ્થળે લગાડી; અને તેમની આગળ હાથ જોડીને દેશના સાંભળવાને બેઠા. જેમ જેમ નગરમાં ખબર પડતી ગઈ તેમ તેમ કે મુનિઓને વંદન કરવાને આવવા લાગ્યા. સૂરીશ્વર ભજીવોને ઉપદેશ કરવાને પોતાની સુધાસમી વાણથી બેલ્યા–“હે ભવ્ય! આ પારાવાર સંસારમાં જિનેશ્વરએ કહેલે ધર્મજ એક સારરૂપ છે. અગાધ જળના ઉંડા ઉદરમાં રહેલાં રત્નો જેમ કે ભોગ્યવંતજ મેળવી શકે છે, તેમ આ રાશી" લાખ જીવાયોનિમાં મનુષ્યજન્મ પ્રાણીને ભાગ્યથી જ-પૂર્વના પુણ્યવડેજ મળી શકે છે. એવા માનવભવને પ્રાણ પ્રમાદવશે વ્યર્થ ગુમાવી નાખે છે. સંસારના ભોગવિલાસમાં અને લક્ષમી મેળવવાના પ્રયત્નમાં, તેને હારી જાય છે. તત્વોએ વિષય, કષાય, મઘ, નિદ્રા ને વિકથાએ પાંચ પ્રકારનું પ્રમાદ કહ્યો છે તે, અને ક્રોધાદિક ચાર કષાયે કે જે પ્રાણીઓને દુર્ગતિ આપનારા છે તે ત્યજવા ગ્ય છે. દાવાનળની. માફક કોધ સુકૃતરૂપ વનને ભસ્મ કરી નાખે છે, મદ્યપાનની ઉપમાસરખા માન મનુષ્યને માન્ય કરવા લાયક નથી, ભયંકર સર્પિણ સમી માયાને કેણ પુરૂષ ધારણ કરે ? મનરૂપી ગુફાને આશ્રય લઈને પ્રાણુઓ ઉપર તે પ્રબળ સત્તા ચલાવે છે અને લાભ તો પ્રાણીઓના સકળ ગુણોને નાશ કરે છે, માટે ચિત્તને ક્ષોભ કરનાર લાભ પણ છોડવા યોગ્ય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ પ્રકારના વિષય જગતપ્રસિદ્ધ છે. જીવાના સ્વાદથી આકાશમાં વિહરનારા પક્ષીઓ પણ સપડાય છે, સુગંધમાં આસક્ત થયેલો ભેગી ભમર સૂર્યાસ્ત સમયે કમળ સંકોચાતાં અંદર કેદ પકડાઈ જેમ પ્રાણ ત્યાગ કરે છે, સ્પર્શ સુખમાં આસક્ત મદદ્ધત ગજરાજ ખાડામાં પડી જીવિતને ગુમાવે છે, રૂપ જોવામાં લુબ્ધ પતંગીઉં દીપકની તમાં પડી બળીને ભસ્મ થઈ જાય છે અને સંગાતના મધુરા આલાપસંલાપથી મૃગ જળમાં સપડાઈ જાય
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy