SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ અટવીમાં. ૩૬૯ ધમ્મિલે ખડ્ઝ મ્યાનમાંથી બહાર કાઢયું તે વીજળી જેમ ઝબુકે તેમ ઝબકવા લાગ્યું. એવું તેજસ્વી ખડ્ઝ જોઈને તેની પરીક્ષા કરવાને માટે એક ઘનવંશ (ઘણા વાંસ એક સાથે મળેલા છે એવા) સાઠ વંશની ઘનરાજી ઉપર એણે વાપર્યું તે એક જ ઘાથી એ સાઠે વાંસ તૃણની માફક છેદાઈ ગયા. “મદોન્મત્ત ગજયુથને ભેદવાને કેસરીસિંહને વાર લાગે ખરી કે ?” પરંતુ આશ્ચર્ય એ થયું કે એ સાઠ વાંસ સમકાલે એણે છેદ્યા તો ખરા, પણ ખર્શ તરફ નજર કરી તો તે રૂધિરથી વ્યાપ્ત જોયું. તેથી એણે વંશજાલની પ્રદક્ષિણ કરીને ચારે બાજુ તપાસ કરી તો એક અગ્નિકુંડ આગળ ધપ દીપ, ને હોમહવન કરતા એક પુરૂષ હાથમાં જપમાળા લઈને બેઠો હતો. એનું કુંડળથી શેભતું મસ્તક ક્યાંય દૂર પડ્યું હતું અને એનું ફંડ એ પુરૂષ બેઠો હતો ત્યાં જ મસ્તક વગર પડ્યું હતું. વિનાકારણે આવા તપસ્વી પુરૂષની પોતાના પ્રમાદવડે હત્યા થયેલી જોઈ એને બહુ અસ થયો. તે વિચારવા લાગ્યો કે “અહો ! આવા અરણ્યમાં તપ તપતા પુરૂષને મેં ખøવડે કાપી નાખ્યો. નિરાગી સરખા આ માણસને મેં વૃથા ઘાત કર્યો. સર્પ, વ્યાધ્ર, મગર અને વૃદ્ધ કરતાં પણ હું અધમ થયે. આવા તીણ અને તેજસ્વી પ્રજ્ઞવડે કરીનેશું ? અથવા તે આવા મારા પ્રાણવડે પણ શું કે જેથી આવા પ્રકારને વધ મારાથી થઈ જાય ? અહંતના ભકત એવા સુશ્રાવકને–ગૃહસ્થને આ અનર્થ સર્વથા નિષિદ્ધ છે. મારાથી આવા અપૂર્વ માનવરત્નને સંહાર થઈ ગયો તે બહુ ખોટું થયું મને કાલાશને ડાઘ આ ભવ પર્યતને લાગ્યું. હા! હા ! હવે મારે શું કરવું?” એ પ્રકારે એ મહાસત્વ આત્માને નિંદત ને પોતાના પાપનો પશ્ચાત્તાપ કરતે ત્યાંથી આગળ ચાલ્યા, તો એ મહાવનમાં એક ઉત્તમ વાવ એના જવામાં આવી. જેનાં ઉંડા જળ પાતાળમાં રહેલા સુધાકુંડ સમાન મીઠાશથી ભરેલાં હતાં. જ્યારે ધમ્મિલ એ વાપિકાની નજીક આવ્યું ત્યારે વાવમાંથી સ્નાન કરીને નીકળતી એક અપૂર્વ લાવણ્યમયી કન્યા એની નજરે પડી. કામદેવના આવાગમનના મંત્રનું સ્મરણ કરતી અને પિતાની ભૂલતાને આમતેમ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy