SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ધતિ મગર કળા જોઈને હું પ્રસન્ન થયે છું. કાણનું કપત આકાશ ગમન કરીને જ મારા શાલિ લઈ જતું, પણ રક્ષકે બિચારા જાણી શકતા નહિ. એક દિવસ ગુપ્ત પુરૂષ અગાસીમાં રાખ્યા, ત્યારે જ કપોતની અમને ખબર પડી. દૂતનું કાર્ય કરવામાં ચતુર એવા ચરપુરૂષને એ કપોતને અનુસાર મેકલીને અમે તારી તપાસ કરાવી તને તેડાવ્યા છે, તે તારું વિજ્ઞાન જાણવાની ખાતર તું ગગન ગમન કરી શકે એવું એક યંત્ર બનાવી લાવ.” રાજાએ સ્નેહસહિત એ પ્રમાણે કહી વસ્ત્રોથી સત્કારી એને ઘેર વિદાય કર્યો. કોકાસે થોડા દિવસમાં બે માણસ બેસી શકે તેવું કાષ્ટનું એક અભૂત વિમાન તૈયાર કર્યું, જે ખરા વિમાનની શોભાને પણ તિરસ્કાર કરે એવું સુંદર થયું. એવું મનમેહક કાષ્ટયંત્ર કરીને એણે. રાજાને બતાવ્યું. પછી કઈ પર્વને દિવસે રાજા અને એ કળાવિશારદ કોકાસ અને તે કાછવિમાનમાં બેસીને વિદ્યાધરની માફક આકાશની સહેલ કરી આવ્યા. જે જે દૂર હતું-દુખે કરીને ચઢી શકાય તેવું હતું, જે મુશ્કેલ હતું, તે સર્વે આ વિમાનની મદદવડે તેમને ક્રીડાગ્રહની માફક સરલ થયું, અર્થાત્ એ સર્વે તેમણે જોયું. રાજા અને કેકાસ બને રોજ એ વિમાન દ્વારા એ પ્રમાણે સહેલ કરતા. કોઈ દિવસ નદીના કાંઠે તે કોઈ દિવસ પર્વ તના શિખર ઉપર, વળી કઈ દિવસ રમણીય વનમાં, એવી રીતે કુતુહળી રાજા હમેશાં ક્રીડા કરવા લાગે. રાજાને રેજ આવી રીતે આકાશની મુસાફરી કરતા જોઈ રાણ પ્રીતિમતી બોલી-“મહારાજ! મેં તમારે શું અપરાધ કર્યો છે કે નવા નવા દેશ દર્શન કરવાથી મને દૂર રાખો છો? પોતાના સ્નેહીજનને દૂર કરીને તમે એકલા જ કેમ આવી રીતે રેજ આનંદ કરે છે? આવી તમારી દષ્ટિ કયારની થઈ ? તમે રોજ નવા નવા દેશ જુઓ, આકાશમાં ગમન કરે, પર્વતના શિંગ ઉપર હરે ફરે ને કુવાના દેડકાની માફક અમે તે આ દિવસ મહેલમાં જ ભરાઈ રહીએ; માટે ગમે તેમ કરીને એકવાર મને લઈ જાઓ.” રાણી પ્રીતિમતીની એવી મેહમુગ્ધ વાણી સાંભળીને રાજાએ તે માન્ય કરી અને રથકારને જણાવ્યું-“આજે
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy