SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ શિયળનું માહાભ્ય. કુરપ * રાજાએ આ શીલવતીના શિયલની સભાજન આગળ પ્રશંસા કરી, પર્વતની માફક નિશ્ચળ એ એને શિયલમહિમા વર્ણવ્યું. રાજાની સમક્ષ પુરેહિતે પણ એ લેખ અને આભરણ શીલવતીને આપ્યાં અને પોતાના મિત્રને સર્વ વૃત્તાંત એણે કહી સંભળાવ્યો. - તે પછી રાજાથી સન્માન પામેલી શીલવતી ઉત્સવપૂર્વક પિતાને ઘેર ગઈ. કાળાંતરે સમુદ્રદત્ત દેશાવરથી ઘણું દ્રવ્ય લઈને ઘેર આવ્યા, તેણે પોતાની સ્ત્રીના શિયલના માહાભ્યની વાત સાંભળી. તેથી તે મનમાં અધિક પ્રસન્ન થયો. અન્યદા ત્યાં ત્રણ જ્ઞાનના ધારણ કરનારા શ્રી શીલગુરૂ પધાર્યા. તેમને નમવાને નગર લેક જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ જવા લાગ્યા. રાજા પણ પિતાના અમાત્યાદિક પરિવાર સાથે ઉત્તમ વાહન ઉપર આરૂઢ થઈને દેવતાઓની સાથે જેમ ઈંદ્ર નીકળે તેમ નીકળે. બીજી તરફથી સમુદ્રદત્ત પોતાની એ પ્રભાવશાળી પત્નીને લઈને ગુરૂને વંદન કરવાને આવ્યું. ગુરૂને નમીને સર્વે બેઠા, એટલે ગુરૂએ મધુરગિરાથી સંસારના તાપને નાશ કરનારી દેશના આપી-“આ સંસારરૂપી અટવીમાં ભૂલા પડેલા પ્રાણુઓ મહાદુઃખે કરીને મનુષ્યને ભવ પામે છે. પરંતુ એવા મહાદુઃખે પામવા યોગ્ય માનવભવને પ્રમાદવડે જડબુદ્ધિવાળા મનુષ્યો નિરર્થક ખાઈ નાખે છે. મદનને સહાય કરનારા પ્રમાદના પાંચ પ્રકાર છે. એમાં મુંઝાયા થકા પ્રાણીઓ માનવભવ હારીને નરકમાં જવાનો રસ્તો ખુલ્લો કરે છે. પાંચ પ્રકારના પ્રમાદ શાસ્ત્રમાં કહ્યા છે. એમાં પ્રથમ મદ્ય-મદિરાપાનથી માણસ ઉન્મત્ત થઈને મૃતકના જે થઈ જાય છે. બેલવા-ચાલવાનું એને કાંઈ ભાન રહેતું નથી, જેનું સેવન કરવાથી મૂઢ પુરૂષ સ્વત: નાશ પામે છે. બીજે પ્રમાદ વિષય-પ્રાણીઓને કાચમણિની જેમ તે ક્ષણભર મનહર જણાય છે, પણ વસ્તુત: તે એ ચોરની માફક આત્માના ગુણેને ઘાત કરનાર છે. મેટા પુરૂષો પણ એને આધિન થઈને આ લેકમાં અપવાદ પામ્યા છે અને એમાં રકત થઈને પરલોકમાં દુર્ગતિ તરફ ગયા છે.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy