SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ધમ્મિલ કુમાર થતું નથી તેમ આ લોકથી મને તે કાંઈ લાભ નથી, છતાં કઈ પણ ઉપાયથી આમને પણ બંધ કરવા જોઈએ.” આ પ્રમાણે વિચાર કરતી સુંદરીને જોઈને અધિરતાથી રાજાએ ફરીને પૂછ્યું-“સુંદરી ! મારા પ્રશ્નને ઉત્તર કેમ આપતી નથી?” શીલવતી બોલી “મહારાજ ! અણધારેલી તમારી આટલી બધી મહેરબાનીને હું અગ્ય છું; છતાં મારી ઉપર તમારી આટલી બધી કૃપા થઈ, જેથી હું હર્ષોન્મત્ત થઈ ગઈ છું. જે તમે કહ્યું એમાં સ્ત્રીઓની તે સંમતિ જ હોય. અરે ! તમારો સમાગમ તે દૂર રહે, પણ તમારી પ્રીતિભરી વાણું પણ માણસ મહાભાગ્યે જ મેળવી શકે છે, પણ અહીં આગળ આપણું કીડા લેકમાં અપવાદ નેનિંદાજનક થઈ પડશે, માટે જેમ બને તેમ આપણે એવા લોકાપવાદથી દૂર રહીને એકાંતમાં કીડા કરવી જોઈએ. આપણું નિર્મળ કુળ નિંદાપાત્ર ન થાય માટે એની પણ યત્નથી રક્ષા કરવી જોઈએ, તે આજે રાત્રીને ચોથે પ્રહરે આપ મારે મકાને ખુશીથી પધારજો, પણ ખાનગી રીતે આવકે જેથી કઈ આપને ઓળખી શકે નહીં.” આ પ્રમાણેનાં ઉપલક મીઠાં વચનથી રાજાને વિશ્વાસ પમાડ્યો અને રાત્રીના ચતુર્થ પ્રહરને વાયદો કર્યો. રાજાએ એની એ વાત કબુલ કરીને તરતજ રજા આપી, જેથી તરતજ તે પિતાના ઘેર આવી અને પિતાની સાસુને કહ્યું કે માતા ! આજની રાત્રી તમે આપણું પડેશના ઘરમાં રહે.” પછી એક મોટી મંજુષા વગર ઘરની તમામ વસ્તુ-રાચરીચલું વગેરે એ નજીકના ઘરમાં ભર્યું. એક મોટી મંજુષા અને શીલરૂપી બખ્તરને ધારણ કરીને શીલવતી પોતે એકલી સુભટની માફક ઘરમાં રહી અને તેમના આવાગમનની પ્રતીક્ષા કરતી સમયની રાહ જોવા લાગી. અનુક્રમે સૂર્ય અસ્ત થયે અને દ્વિજ સેમભૂતિના કદમ શીલવતીના મકાન તરફ લંબાયાં. જેમ જેમ પૃથ્વી ઉપર અંધકારનું જેર જામવા લાગ્યું, તેમ તેમ તેના હદયમાં પણ અંધકાર વિસ્તરવા લાગ્યું. એટલામાં સમય થવાથી અંગારાની માફક શૃંગાર ધારણ કરીને એ દુર્મતિ સમભૂતિ ભટ્ટ આવી પહો .
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy