SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ કુમાર.. તેનું આવું દૃશ્રાવ્ય વચન સાંભળીને શીલવતી વિચારમાં પડી. “હાય ! અફસ! જે પૂર્વે અહીં આવ્યા પહેલાં મેં ચિંતવ્યું હતું તે હવે અત્યારે સાક્ષાત્ ઉપસ્થિત થયું. છિદ્રાન્વેષી કામદેવનું કેવું કર્મ છે એ તો જુઓ! પુરૂષ હો વા સ્ત્રી, ગમે તેવાને પણ એ દુષ્ટ હેરાન કરીને તેમના શિયલને ઘાત કરે છે. જ્ઞાની પુરૂ, પંડિત જન અને ગંભીર પુરૂષે પણ કામદેવના તાપથી તપ્યા થકા મેહાંધ થઈ ઉન્માર્ગગામી થાય છે, તે પછી દુબુદ્ધિવાળા પુરૂષોની તે વાતજ શી? જે ઉંડા જળમાં મોટા ગજેંદ્રો મગ્ન થઈ જાય ત્યાં પછી બિચારા બકરાનો હિસાબ શ?” ઇત્યાદિક વિચાર કરતી શીલવતી એ વિપ્રને કહેવા લાગી—“મહાભાગ ! તારૂં કુળ કોણ? તું ઉત્તમ જાતિ વિપ્ર ? શાસ્ત્રને જાણકાર થઈને નીચ જનને યોગ્ય એવું આવું હલકું વેણ કેમ બોલે છે ? મારું સુંદર શરીર દેખીને તેમાં તું મેહ ન પામ. મહાન પુરૂ પણ પરસ્ત્રીની સેનતથી લઘુતા પામ્યા છે, માનભંગ થયા છે. રાષિપત્ની સાથે રતિક્રીડા કરવાથી ઇંદ્ર શું ફળ મેળવ્યું ? જે મૂઢ પુરૂષ વનમાં અંધ બનીને અધર્મ કાર્ય કરે છે, તે પાપથી લેપાઈને શૈરવ દુર્ગતિમાં ગમન કરે છે, માટે આવાં દુર્વાકયવડે તારી જીલ્લાને કલંકિત ન કર. અને જે પાતક થયું તેને શાસ્ત્રરૂપ અમૃતમાં સ્નાન કરી ધોઈ નાખ.” શીલવતીએ તેનું ચિત્ત ઠેકાણે લાવવાને કહ્યું. મેઘમાંથી પડતા ઉજવળ જળ જેવી શીલવતીની અમૃતમય વાણું સાંભળ્યા છતાં તે વિપ્રના ચિત્તરૂપ તળાવમાંજ કામદેવ રંધાઈ ગયોજેથી તે બ્રાહ્મણ બોલ્યો-“હે ભદ્ર! તારું આવું કથન બસ કર. એ સર્વે પાંડિત્ય હું જાણું છું. કિંતુ કામથી સંતપ્ત થયેલ હું શું કરું? માટે તું મારું વચન માન્ય કર.” એના લિષ્ટ અધ્યવસાય જાણીને શીલવતી વિચારમાં પડી કે“આ બોધના ઔષવડે સાધ્ય કરી શકાશે. એનો કામરૂપી રોગ જરૂર એ ઔષધથી દૂર થશે; પણ વિષયથી કલુષિત થયેલા મનમાં તરત તે ઉપદેશ પણ વિકાર કરનારા થાય છે, માટે અત્યારે તે પત્થર તળે હાથ આવ્યું તે કાળે કરીને કાઢી લે. અત્યારે વ્યાધ્ર અને બકરીને ન્યા
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy