SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ હમિલ કમા પાપને ક્ષય છે. છળ પામીને ધમિલે એકજ ઘાથી એ ચારનાયકને યમસદન પહોંચાડી દીધો. પછી પવનથી જેમ ઘાસ ઉડે તેમ એના સાથીઓ ચારે દિશાએ ભાગી ગયા. “દીકરી! કેયુને આનું પરાક્રમ? કે ક્ષત્રીય રાજપુત્ર સમાન યુદ્ધમાં એ ભિલેની સાથે તેમજ આ ભિવ્રપતિની સાથે લડે છે? વણિકપુત્ર છે છતાં એ પરાક્રમે તે રાજવંશી જણાય છે. તારે મન એ રાંક હશે પણ એક દિવસ મેટા રાજાઓનાં મસ્તક પણ એ પોતાના પરાક્રમથી નમાવશે.” જે સમયે ધમ્મિલ લિપતિ સાથે લડતા હતા તે સમયે અવસર સાધીને વિમળાને કમળાએ કહ્યું. તને અત્યારે બોલવાને લાગ મળે કેમ? એની વાત તારે મારી આગળ કરવી નહિ. ક્યાં હું હંસીને કયાં એ કાગ?” હું ખોટું કહું છું? કેવા કેવા ભયમાંથી આપણને એ પોતાના જીવના જોખમે બચાવે છે? એની શૌર્યકળાજ એનું કુલીનપણું કહી આપે છે. કસ્તુભ રત્નની ઉત્પત્તિ રત્નાકર વિના બીજે શું સંભવે કે ? આવી અપૂર્વકળાથી દૂર દેશમાં પણ એ મહાભાગ્યવાન સત્કારને પામશે. બાકી દ્વેષને લઈ મને લાગે છે કે એક તું જ માત્ર કલહ કરશે.” તને એનાં વખાણ કરવાં બહુ ગમે છે ખરુંને? જ્યારે ને ત્યારે એને જ પક્ષ ખેંચીને તું વાત કરે છે? એવું તે એનામાં શું બન્યું છે કે જેથી મારું મન એને પ્રાત આકર્ષાય?” તું બધું ભૂલે છે. પુરૂષ રહિત એકલી અબળા જન તે ક્યાં લગી રહી શકે. ચપળ સ્વભાવ ને ચંચળ ચિત્તવાળી લતાની માફક કેઇના આધાર વગર ન રહી શકનારી તું આવા પરાક્રમી પુરૂષને તિરસ્કાર કરીને કેટલા કાળ પર્યત નિરાધાર રહીશ? ભર્તાર વગરની એકાકી સ્ત્રીઓની પરદેશમાં કેટલી બધી લઘુતા થાય છે? નટ વિટ પુરૂષ તેને હેરાન કરવાને કેટલું કરે છે તે તું જાણે છે? જો કે હે પુત્રી! તને જાળવવાને હું સમર્થ છું, છતાં પણ પુરૂષને સ્વીકારવાને તું યોગ્ય છે કેમકે જાતિવંત મણિ પણ સેનાની અપેક્ષા રાખી સુવર્ણ સાથે સંબંધ બાંધે છે તે અધિક શેભાને પામે છે.”કમળાએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy