SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ધમ્મિલ કુમાર. કળાવિક જણને શેઠે તેને પિતાનો કોષાધ્યક્ષ-ભડારી બનાવી, સર્વે નકર વર્ગને ઉપરી બનાવ્યો અને પિતાના પરિજન વર્ગને જણાવી દીધું કે “આ નીતિમાન વિનયંધર જે કંઈ આદેશ કરે તે તમારે સવેએ માન્ય કરે.” કુટુંબીજનેએ શેઠનું એ વચન માન્ય કર્યું. વિનયંધરે દાન અને માનવડે કરીને સર્વે પરિજનનાં મન વશ કરી લીધાં. સર્વને વિશ્વાસ તેણે મેળવી લીધા. વિશેષ કરીને ધનશ્રીને વિશ્વાસ અધિક મેળવ્યું. તેનું કામકાજ તે પોતે જાતે જ કરવા લાગ્યું. તેણીના હુકમને તે પ્રભુના હુકમની માફક ગણીને લેશ પણ ઉલ્લંઘન ન કરતો, અને જેમ તેણીના ચિત્તને રૂચે તદનુસાર વર્તતે, જેથી અ૫ દિવસમાં તે ધનશ્રીનો વિશ્વાસપાત્ર થઈ પડ્યો. કઈ કઈ પ્રસંગે ધનશ્રી કામકાજને માટે તેને એકાંતમાં બોલાવતી. એક દિવસ ધનશ્રી પોતાની સાતમાળની ભૂમિકા ઉપર બારી પાસે ઉભી ઉભી સખીઓ સાથે તાંબુળ ચાવતી હતી, તે પાન ચાવતાં બારી વાટે થુંકી, અકસ્માત્ કાતાલીય ન્યાયે કરીને ત્યાંથી જતા નગરના કેટવાળ ઉપર તે થુંક પડ્યું. તરતનાં ધેયેલાં સુંદર અને સફાઈદાર સુગંધમય વસ્ત્રો પર પાન ચાવેલો ગરલ પડવાથી “શું થયું આ?” એ પ્રમાણે ઉત્સુકપણે તેણે ઉંચે નજર કરીએ તો મનેહર કમળની ભ્રાંતિને દેનારૂં ધનશ્રીનું વદનકમળ દીઠું. “આહા ! શું આ વદનકમળ કે જેને જોતાં જ મારાં નેત્રકમળ મે મેષ રહિત થઈ ગયાં છે. એ તાંબુળ તે મસ્તક ઉપર પડયું ને એનો રંગ તો હદયમાં વૃદ્ધિ પામે. હવે કઈ રીતે આ રમણરત્નને હાથ કરવી જોઈએ. ” ઈત્યાદિક વિચાર કરતો અને સ્નેહભીની ચેષ્ટા કરી તેનું ધ્યાન ખેંચતો તે એકધ્યાને તેને જોઈ રહ્યો. એટલામાં ધન શ્રીની પાસે ઉભેલા વિનયંધરને જોયો. જેથી “આ વિનયંધરને વશ કરવાથી મારું કાર્ય સત્વર સિદ્ધ થશે, કેમકે ધનસાર્થવાહને તે માની ને ધનશ્રીને પણ વિશ્વાસપાત્ર હોવાથી તેનાથી જ ધનશ્રીને હું પ્રાપ્ત કરી શકીશ.” એમ ચિતવતો તારક્ષકકોઈપણ રીતે વિનયં. ધરને બોલાવી પોતાને ઘેર તેડી ગયો. અને પોતાના કુળદેવતાની માફક વસ્ત્ર આભૂષણથી તેને સત્કાર કર્યો. “જગતમાં મનુષ્યને વશ કરવાને માટે દાન એ એકજ અપૂર્વ વશીકરણ છે, કેમકે દાન
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy