SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ દીક્ષા મહોત્સવ. માતાપિતાએ તેને અનેક રીતે સમજાવ્ય, માતાએ સંસારમાં રહી ધર્મ સાધના કરવાની ભલામણ કરી, પણ કુમારે પિતાને વિચાર છોડ્યો નહિ. તેનો દઢ આગ્રહ જોઈ માતાપિતાએ તેના વિચારને અનુમોદન આપ્યું. પિોતાના એકાંત ભુવનમાં જેમ તેમ રાત્રી વ્યતિત કરી. પ્રાત:કાળમાં સુવર્ણમય સૂર્યોદય થયા પછી પહર દિવસ ચઢ્ય શિબિકામાં બેસીને કુંવર મુકત હાથે અનાથાને દાન આપતે ચાલ્યો. પાછળ કુટુંબની સ્ત્રીઓ મંગળ ગીત ગાઈ રહી હતી, આગળ અભિનવ વાજીંત્રો વાગી રહ્યાં હતાં, પરિવારજનો પોતપોતાને અનુસરતો પોશાક પહેરી વરઘોડામાં સામેલ થયો હતો, તે વખતે કુમારની સાથે સાસુએ શણગારેલી કમલસેના પણ શિબિકામાં બેસીને જાણે સાક્ષાતુશાસનસુરી હાય તેમ ચાલી. રાજાએ તે સમયે અધિક મહત્સવ કર્યો. એવી રીતે મહોત્સવથી સર્વે મુનિરાજ પાસે ઉદ્યાનમાં આવ્યા. ત્યાં આવી શિબિકામાંથી ઉતરી અગડદતે આભૂષણે તજવા માંડ્યાં અને ગુરૂપાસે સકળ સંઘ સમક્ષ ચાર મહાવ્રત ઉશ્ચર્યા. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. ગુરૂએ વતારોપણ કરીને તેના મસ્તકે વાસક્ષેપ નાખે. કમલસેનાએ પણ યુવરાજની સાથે સંયમ અંગીકાર કર્યું. સવે પરિવાર મુનિગણને વંદન કરીને નગર તરફ પાછો ફર્યો. મુનિઓએ પણ વિહારની તૈયારી કરી, તે સમયે રાજારાણીએ આખરનાં વંદન-નમન કર્યો. સાસુએ કમલસેનાને દુ:ખ ભરેલા દીલે અને આંસુ ભરી આંખે કહ્યું–“બેટા! તું દેહે સુકુમાર હોવાથી પુષ્પને ભાર ન ઉપાડી શકે તો આ મેરૂસમાન વ્રતનો ભાર કેમ સહન કરીશ ? સતીઓમાં શિરોમણિ અને એક પતિને જ માગે અનુસરનારી તે ત્રણે પક્ષશ્વસુર પક્ષ, પિતૃપક્ષ, માતલપક્ષને ઉજવળ કર્યા છે અને ચતુર્થ ગુરૂકુળવાસ પણ તે શોભાવ્યો છે. તને મુનિ પણું કાંઈ દુર્લભ નથી. તું અમને નિરાશ કરી નિઃસ્નેહી થઈને ચાલી નીકળી. બેટા ! તારા વગર હું એકલી મંદિરમાં-એ વિશાળ મહાલયમાં કેવી રીતે સમય ગુમાવીશ? હું એકલી કેમ ઘેર રહી શકીશ? ભેજન–ખાન પાન કોની સાથે કરીશ? તારાં માતપિતા પૂછશે તો હું શું ઉત્તર આપીશ ? આજે દીક્ષા લેવાનો અવસર તો
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy