SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૫ મં. દીક્ષા મહોત્સવ. “વૈરાગ્યના ભાવ ધારીને, જાશું મુકિતને પથે, પ્રીતિના પંથ ત્યાગીને, ચાલીશું શાંતિને રસ્તે; પરવા જરી ના દુનિયાની, અને છેડશો ના કેઈ, લગાવી ધૂન સિદ્ધોની, અજબ એ માર્ગ છે કેઈ. ” “પ્રિયા કમલા! તારા સરખી સતી શિરોમણિને મેં ત્યાગ કરીને મદનમંજરીમાં આસકિત કરી ખચીત મેં તારે અપરાધ કર્યો હતા. એ કુલટા-વ્યભિચારિણીના ઉપરના આડંબરમાં હું ફર્યો, દીવાને બન્ય, ધૂળને મેં તેજ તુરી સમાન ગણું સુવર્ણને ધૂળ બરાબર ગયું.” એમ કહીને મંજરીનું દુશ્ચરિત્ર ટુંકમાં કમલાને કહી બતાવ્યું. અગડદત્ત કુમારે કમલસેના આગળ પિતાને દીક્ષા લેવાનો હેતુ જણાવી તેની રજા લેવાને વાતની શરૂઆત કરી. “હશે, પ્રિય ! એ વાત હવે જુની થઈ, ગઈ વાતને શોક કરવાથી શું ?” આજના આ પ્રસ્તાવથી કમલાના હૃદયમાં કુદરતી ફટકો પડ્યો હતો. તેણીએ પૂર્વની વાત ભૂલી જવાને ઉપદેશ કર્યો. “હા! અજ્ઞાનવશે એ દુષ્ટાનું ચારિત્ર મેં જાણ્યું નહીં, આખાએ અશ્રુ નાખતી, મનમાં હસતી અને મુખથી વિચિત્ર વાતો કરતી, સબલને પણ સાનમાં સમજાવતી એવી સ્ત્રીના હદયને પંડિત પણ પાર પામી શકતા નથી. સબલા છતાં અબલા નામજ તેનું જૂઠું છે. પ્રિયા ! આજે મારાં જ્ઞાનરૂપ ચક્ષુ ઉઘડી ગયાં, મેહરૂપી અંધકારમય રજની દૂર થઈ ને જ્ઞાનના ઉદયરૂપી પ્રભાતના સૂર્યને ઉદય થયે. આપણું નગરે પધારેલા અજ્ઞાની મુનિવરના ઉપદેશથી મારી વાસનાઓ નષ્ટ થઈ ગઈ. હવે આવતી કાલે પ્રભાતમાં સંસારના તાપને નાશ કરનારી દીક્ષા અમે તેની પાસે લેશું અને અમારા આત્માનું શ્રેય સાધશું.” કુમારે મૂળ વાતને ભેદફેટ કર્યો. ૨y.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy