SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ બલ્મિણ કુમાર, પર મસ્ત બની ગયા હતા. અનેક રીતે આનંદ લઈ રહ્યા હતા. કોઈ વસંતના આગમનનાં મંગળગીત ગાઈ રહ્યા હતા. કોઈ પ્રિયાના કંઠમાં ફૂલની માળા પહેરાવી વિનોદ કરી રહ્યા હતા. કઈ મદિરાપાન કરી નૃત્ય કરી રહ્યા હતા. કેઈ પ્રિયાનો હાથ લઈને કંસતાળ બજાવતા ગમત કરી રહ્યા હતા. કેઈ સ્ત્રી પુરૂષે કેળનાં ઘર કરીને પ્રેમની મસ્તી મી રહ્યા હતા, કેઈ ચોપાટ ખેલી રહ્યા હતા, કેઈ પિતાની પ્રિયાને હિંડોળે બેસારી તેને ઝુલાવી રહ્યા હતા, તે કઈ પ્રિયાને ખોળે બેસાડી પોતે ઝુલી રહ્યા હતા. એવી રીતે કુદરતી ખીલેલા આ સંદર્યવનમાં અનેક પ્રકારની લીલાઓ અત્યારે ભજવાઈ રહી હતી. તે સમયે યુવરાજ કુસુમવનમાં તરૂવર ડાળે હિંડોળે બાંધી મંજરીને ખેાળામાં ધરી નવનવીન નાટક જેતે ઝુલી રહ્યા હતા. જેમ કમલાની સાથે કૃષ્ણ રમે તેમ મંજરી સાથે રમીને પછી સરોવરે જઈ સરોવરમાં જળક્રીડા કરી. એવી રીતે અનેક લીલાઓ કરતાં સવિતાપતિ અસ્ત થયે અને લેકે નગરમાં જવા લાગ્યા. સંધ્યા સમય થતાં તે રાજા સહિત નરનારીઓ પોતપોતાને ઘેર ગયા. તે સમયે મંજરીએ લાડ કરતાં કહ્યું “સ્વામી ! આ કેવી રમવા જેવી રાત્રી છે, પરિવારને ઘેર મળે ને આપણે બે જણ પ્રભાતે મંદિરે જશે.” પ્રિયાના એ પ્રેમગર્ભિત વચને સાંભળીને યુવરાજે પરિવારને વિદાય કર્યો. રાજકુમારે તરૂવરની તળે રથને સ્થા. પછી સંધ્યા સમયે બને એક બીજાના ગળે હાથ નાંખીને વનમાં ફરવા લાગ્યા. એ પ્રેમના ઉડતા પંખીડા રમવા લાગ્યા. ચરણતળમાં ઝાંઝરની ઘુઘરીઓ મનહર શબ્દ કરી રહી હતી, મુખે તંબોળ ચવાઈ રહ્યા હતા. વનના સુગંધમય પવનનો સ્પર્શી લેતાં આ વનવિહારી યુગલની ચાર ઘડી રાત્રી પસાર થઈ. પછી શ્રમથી થાકેલા તે બને રથમાં આવીને એક બીજાની ભુજલતામાં આલિંગન આપીને સુખભર પોઢી ગયા. શ્રમથી થાકેલા તે નિદ્રાવશ થઈ ગયા. સંસારમાં મેહના બંધનને ધિક્કાર છે કે જેથી સમર્થ પ્રાણીઓ પણ તેની પાસે રાંક બની જાય છે. તપ જપ બધું દૂર જતું
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy