SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગમાં. ૨૩૯ ચંદ્ર સમું તમારું વદનકમળ જોઈને મને પિતાને પણ ભૂલી ગઈ છું. એ હદયના ઉંડાણમાં પ્રગટેલા પ્રેમથી હું પરવશ થઈ ગઈ છું. ઘાયલ થયેલા મારા પતિને શિતળ જળ પાઈને તેની ઉપર ઉપકાર કર્યો, તે રીતે જ પ્રેમામૃત પાઈને મારો ઉદ્ધાર કરે. તમારી સે પત્નીએાની હું દાસી થઈને રહીશ. તેમનાં કડવાં વચને પણ તમારા હુકમે કરીને હું સહન કરીશ. પણ હું પરસ્ત્રી છું એમ જાણીને તમે મારે તિરસ્કાર કરશે નહિ. રત્ન જે કાદવમાં પડ્યું હોય તે પણ તેના પરીક્ષકો ત્યાંથી તેને લઈ લે છે. સ્વાભાવિક નીકળેલું બાળકનું વચન પણ જે હિતકારી હોય તે ગુણી પુરૂ તેને ગ્રહણ કરે છે. ચંડાળ પાસેથી પણ ઉત્તમ વિદ્યા શીખવી અને સ્ત્રીરત્ન ગમે તે જગ્યાએથી–દુકુળમાંથી પણ ગ્રહણ કરવું એમ કહ્યું છે. જુઓ ! હરિએ લવણસુતા-લક્ષમીને પિતાની પટ્ટરાણી બનાવી. પર્વતતનયા ગૌરી-શ્યામા શ્યામસ્વરૂપ છતાં મહાદેવે તેનું પાણિગ્રહણ કર્યું. માટે આ કરેડેગમે સુવર્ણ તમને સંપીને હું તમારા ચરણકમળની સેવા કરીશ—આ ભવમાં દેવસમાન ગણ હું તમારી ભક્તિ કરીશ.” જયસુંદરીના પ્રેમભર્યા વચન સાંભળીને કુંવરે સર્વ કબુલ કર્યું, જેથી મંજરી ચિત્તમાં ચમકી–આશ્ચર્ય પામી. “સ્વામી ! આ શું કરે છે? એક પરસ્ત્રીના મેહમાં પડીને તદ્દન નિર્લજ કેમ બને છે? તમારે માટે કેવી કેવી આશાઓ બાંધીને હું તમારા ફંદમાં ફસી ગઈ. ન્હાતી જાણતી કે તમે આવા પરસ્ત્રીલંપટ હશે. તમારું રાજપુત્રનું પવિત્ર ત્રત ક્યાં રહ્યું ? આ માગે જતાં તમારું કુળવ્રત કયાં ગયું? તમારૂં ક્ષત્રિયપણું ગયું-કુળવટપણું પણ વહી ગયું. મારી સાથે કેવું કેવું બેકલીને તમે મને વચન આપ્યાં હતાં. અરે ! એક ચરની સ્ત્રીમાં તમે લંપટ થયા! સ્વામી! તમે તદન અધમ કેટીપર કેમ જાઓ છો? તમારા કરતાં તે હું વણિકસુતા ઉત્તમ કે સખીને વચને મર્યાદા રાખીને કેટલા વરસ સુધી કુમારી રહી. તમારી ઉત્તમ જાતિ જાણું હે પ્રાણેશ્વર ! તમને હું વરી! મારી સાહેલીને સાથ તજીને તમારી સાથે ચાલી, તમારા વયણે બંધાઈ. માતાપિતાને ત્યાગ કરી તમારી અધગના બની. પિયરિયાં અને સાસરીયાંના કુળને કલંક લગાડીને તમારી સાથે નીકળી. હે.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy