SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્કરવિદ્યા. ૨૦૭ સાહેબ ! ફક્ત એકજ રાત નિર્ભયપણે જાપ કરે તે દેવતા પ્રગટ થઈને વરદાન–ઈચ્છિત વર આપે. એ વરદાનથી આખું વિશ્વ નજરે પડે, તે એક ચારમાત્રને તે શું હિસાબ? તેમજ વળી સે હાથીનું બળ આવે, એથી તમે જગતવિખ્યાત થશે–સારી નામના મેળવશે.” ચારરૂપ વણિકે મીઠી મીઠી સાકર પીરસી અને સેનાપતિ સાહેબના મોડેથી તેને રસ ઝર્યો. “જેગી તે વનમાં અદૃશ્યપણે રહે છે. પ્રથમ આપણે તે સ્થળે જઈને પંચ રત્નથી ગીના પદને પૂજી, ધૃતને દીપકને ધૂપઘટાકરીએ પછી હું તમને મંત્ર શિખવીશ ને સધાવીશ. જે તમને તે મંત્ર સિદ્ધ થાય અને તમારી ઈચ્છા પાર પડે તો એકાદ ગામ મને આપજે, એટલે મને સંતોષ !” તે વણિકચેરે જણાવ્યું. સેનાપતિએ વિચાર્યું–“વાહ! વાતતો બહુ સારી છે. મંત્રને સાધ્ય કરીને જગતમાં મારું નામ અમર કરૂં! સકળ કાર્ય સિદ્ધ કરૂં !” એમ વિચારી તરતજ ત્યાંનું કાર્ય પોતાના માણસોને ભળાવી પોતે ઘોડેશ્વાર થયું અને તે ચારની સાથે વનમાં ચાલ્યા. પછી એક મેટા વડવૃક્ષ જેવા ઝાડ તળે આવીને સેનાપતિએ જમીન ઉપર પાંચ રત્ન મૂકીને અદૃશ્ય રહેલા ગીની પૂજા કરી. પછી મંત્રસાધના કરવાને માટે ત્યાં એક પડદો બંધાવ્યું અને તે ચોરના કહ્યા પ્રમાણે અંગ ઉપરથી આભૂષણ વસ્ત્ર વગેરે ઉતારી પડદામાં જાપ કરવાને બેઠો. ચેરે મન:કલ્પિત એક મંત્રનું સ્મરણ કરાવી તે જપવાને કહ્યું, એ પ્રમાણે સેનાપતિ બધી દુનિયાનું રાજ્ય લેવાને માટે મંત્ર જપવા લાગ્યું. પેલો ચોર રત્ન તથા સેનાપતિના આભૂષણ વસ્ત્ર વગેરે સંકેલી ઘોડે બેસી રવાને થઈ ગયે. જેમ સૂર્ય અસ્ત થયે છતે તાપ અદૃશ્ય થાય તેમ સેનાપતિ પડદે પેઠે કે ચેર તરતજ નજર ચૂકાવીને નાસી ગયો. એવી રીતે ચારને બીજો દાવ પૂર્ણ થયે. હવે ત્રીજો દાવ અજમાવવાને પ્રધાન ઉત્તર દિશામાં એકી ઉપર રહ્યા છે ત્યાં જઈ પ્રધાનને ઠગવાને ચારે વિચાર કર્યો. બેબીને ઘેર જઈ રૂપાળી આહીરણને સ્વાંગ ધર્યો. જાણે નરી રૂપસુંદરી મહિયારણ! માથે દહીંની મટુકી મૂકીને તે આહીરણ ધોબીને મકાનેથી બજારે
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy