SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ટર ધામ્મલ- કુમાર. વગર એઝેર, એ કાંટા, એ વિરહને તાપ કોણ નષ્ટ કરે? ગુણવંત! મારો એ અલ્પ દોષ ન જોશે, રેગગ્રસ્ત દુર્ગધવાળી અંગુળી કાંઈ અળગી થતી નથી. દોષાકર એ ચંદ્રમા પણ શિવજીના મસ્તક ઉપર રહીને તેમને વલ્લભ થયે; માટે ઉત્તમ પુરૂષે દોષ દેતા નથી, તે તે ગુણનેજ ગ્રહણ કરે છે. આકૃતિએ રાજકુમાર સમાન જાણીને મેં તમને મારા નાથ બનાવ્યા છે. ક્ષત્રીઓ શરણે આવેલા પ્રાણુતે પણ ત્યાગ કરતા નથી. તેમ છતાં જે મારી પ્રાર્થનાનો ભંગ કરશે તે આપઘાત કરીને હું આજ રાતમાં જ મરી જઈશ અને આ અસહ્ય દુઃખથી મુક્ત થઈશ!” સુવદને ! જેવી તું મને ચાહે છે તે જ હું તને ચાહું છું. આ મારું હૈયું ઉકેલીને જે ! તારે માટે કે પ્રેમને ઉભરે તેમાં ભરેલો છે? હૈયું જ હૈયાની સાક્ષી પૂરે છે.” કુમારે જણાવ્યું. મને છોડશે તે નહિ? હાલમ! વચનથી કહે કે હું હંમેશ તારે ને તારો જ રહીશ.” “પ્યારી ! તારા નેહ-સદ મને મુગ્ધ કર્યો છે. જીવન પર્વતની હું તને મારી સહચરી બનાવીશ.” હાશ, હવે હું હરખાણી. આજે મારી આશા પૂર્ણ થઈ.” બાળાએ કહ્યું. અને હું પણ ભાગ્યશાળી કે તારા જેવી રાજ્યરાણું મને મળી.” એમ બોલતે ધડકતે હૈયે કુમાર એકદમ મંજરીની લગોલગ આવીપોંચે. ગૃહના વિશાળ ઉપવનમાં અત્યારે એકાંત હતી, અવર જનના આવાગમનના અભાવથી શાંતિ જણાતી હતી; છતાં આ નવીન પ્રણયી યુગલનાં ભૂખ્યાં દિલડાં અશાંતિથી ધડકી રહ્યાં હતાં. કામદેવ પિતાનું દિવ્ય ધનુષ્ય ધારણ કરીને મદન યુદ્ધમાં તેમને પરાસ્ત કરવાને સજજ થઈ ઉભે હતે. એ વીર ધનુર્ધારીને કર્યો સંસારી જીવ જીતી ગયે છે? નિરંતર વેદનું અધ્યયન કરનારા સૃષ્ટા સ્વરૂપ બ્રહ્માને-ચતુમુખધારીને પોતાની પુત્રીમાં તેણે લપટાવ્યા. હિમાલયતનયા પાર્વતીભવાની જેવી પત્ની છતાં શંભુએ ગંગાને ઉપપત્ની બનાવીને પાર્વતી
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy