SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્તમુનિનું આત્મવૃત્તાંત. ૧૭૭ મારી હજુર આવજે. ગરીબ પ્રજાને રંજાડનારા ! પ્રજાને વ્યર્થકારણે પીડી અન્યાય કરવા કરતાં તું દૂર થા. તને છેલ્લા શબ્દો કહી દઉં છું કે આજ ક્ષણે તું મારી નજરથી દૂર થા. ” રાજા ક્રોધથી ધ્રુજતા હતા. તેણે એકદમ ગુસ્સાથી રાજ્યની હદબહાર થવાની પુત્રને શિક્ષા કરી. કંવર રાજાને ગુસ્સો જોઈ થરથર કંપવા લાગ્યું. રાજાને છેલ્લો હકમ સાંભળીને પાછે પગલે તરતજ બહાર નીકળી વિલખો થયે અને દોસ્તદારો પાસે આવી સર્વે હકીકત કહી સંભળાવી. પછી કહ્યું કે ભાઈ ! રાજાએ-મારા પિતાએ તો મને નિરાશ કર્યો છે, માટે આવે સમયે તમે મારા મદદગાર થશે?” વાત સાંભળીને મિત્રે વિચારમાં પડ્યા. “કુમાર તે હવે સ્થાનક ભ્રષ્ટ થયે, સર્પ શંકરના કંઠમાં હોય છે ત્યાં લગીજ માન પામે છે. કહ્યું છે કે-રાખી શકે તો આપણું પાણું રાખ, રતિભાર ઉતરેલું પાણી લાખ ખરચે પણ પાછુ ચતું નથી. રાજાનું અપમાન પામેલાને લેકમાં કેઈ સલામ પણ કરતું નથી. અત્યારે એ કંગાળથી પણ વિશેષ કંગાળ છે, કેમકે રાંકને પણ રહેવાને ઝુંપડાં હોય છે અને કુમારને ઉભા રહેવા તે ઠામ પણ નથી.” ઇત્યાદિ વિચાર કરી સો પિતપતાને ઘરે ચાલ્યા ગયા, પણ કુવરને કોઈએ આવકાર આપે નહિ. પછી નિરાશ ચિત્ત અગડદત્તકુમાર માતા પાસે ગયા તો માતાએ પણ બેલાજો નહિ, માતાને પ્રણામ કરી મહેલની બહાર નીકળ્યા. “અહો ! કેટલું બધું પરિવર્તન થઈ ગયું. આજે મારું કોઈ સગું ન રહ્યું ! એક રાજકુમારની આ દશા ! જેવી વિધાતાની ઈચ્છા ! એક પિતાજી નારાજ થયે છતે બધું જગત પલટાઈ ગયું. દુનિયામાં કોઈ કોઈનું નથી. જ્યાં ત્યાં ગુણેજ પૂજાનું સ્થાનક પામે છે.” આવા મનમાં વિચાર કરતે કવર નગર બહાર નીકળે; પણ રાજાના ભયથી કેઈએ આશ્રય આપે નહિ. એટલું જ નહિ બલકે સ્વયં પ્રજાજ એના ત્રાસથી કંટાળી ગઈ હતી. જેના તેના ઘરમાં ચોરી કરવી એ તે તેને મન એક રમત હતી. ગમતની ખાતર માણસને ત્રાસ આપ, તેમને રંજાડવા, અનેક પ્રકારે ન કરવા ગ્ય કર્તા તેમની પાસે કરાવવા તે તેને મન એક જ હતી, રેતની કઈ સારી બહેન, બેટી
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy