SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ધમ્મિલ કુમાર કલંકથી અંકિત થયે-અનાવ્ય, કમળમાં સુગંધ, સુંદરતા સર્વ કંઈ મૂક્યું ત્યારે કાંટા ઉપજાવ્યા. સગમાં સુખને સ્વાદ મૂકે તે તેની પછવાડે વિયેાગ તૈયાર કર્યો. પંડિત છતાં નિધનત્વ આપ્યું. સમુદ્રમાં અગાધ જલરાશિ છતાં તેને ખારે બનાવ્યું, ને ધનવાનમાં કૃપણુતાને દેષ મૂકો. ઉત્તમજનની સંગતિ છોડીને લક્ષમી સ્વેચ્છને ઘેર રહી. ધમી માણસ ધન અને સુત વગર રહે અને તેની નારી નીચજનની સોબત કરતાં પણ અચકાય નહિ. એવી રીતે વિધાતાએ ઉત્તમ વસ્તુઓમાં પણ એકેક દોષ મૂક્યા છે. એકદિવસ રાજકચેરીમાં નગરીના વ્યવહારી લોકેએ આવીને રાજાને ફરિયાદ કરી. “મહારાજ ! આપના કુંવરથી નગરમાં ત્રાસ ફેલાય છે. પ્રજાનાં ધન, માલ, આબરૂ, ઈજજત સર્વ કાંઈ લુંટાય છે. અનેક નિર્દોષ નરનારીઓ હેરાન થાય છે. આપ એ માટે કાંઈ બંદેબસ્ત કરો કે જેથી આપના રાજ્યમાં પ્રજા સુખે રહી શકે.” વિરૂદ્ધ ભૂપ સમક્ષ કુંવરના અવગુણ કહેવા માંડ્યા. રાજકુંવરની ફરિયાદ સાંભળીને રાજા વિચારમાં પડ્યો. “ઓહ! એકને એક પુત્ર પણ કુપુત્ર નિવડ્યો એનાં કરતાં તે મુઓ સારે; માતાપિતાના કુળની લાજ તે ગુમાવે નહિ. જેને જોતાં દીલ કરે નહિ એ પુત્ર શું કામ ? આ પુત્રે તે રાતદિવસ વ્યસનમાં રત રહીને માતાપિતાની ઈજજત આબરૂ ઉપર મશીને કુચડે ફેરવ્ય. ધન પતિ, શ્રીમંત, રાજાઓ પુત્રને માટે દેવની માનતા કરે છે. એવી તપસ્યા-માનતા કરતાં પણ અવિનિત પુત્ર પ્રગટે તે સુખવનને તે ભસ્મ કરે. બચપણમાં માતા હુલરોવતી, લાડ લડાવતી છતી અનેક પ્રકારના તેને માટે મને રથ કરે છે, પરંતુ જ્યારે તે મેટો થાય ત્યારે શત્રુથી પણ અધિક થઈને બાપનું નામ બળે છે. જેની ખાતર માતા મધુર ભેજનને ત્યાગ કરી સાર્દ, નિઃસ્વાદ અને નિરસ ભેજન કરે છે, અનેક પ્રકારના રોગના ભયમાંથી બાળપણમાં તેની રક્ષા કરે છે તે જ જ્યારે મોટે થાય ત્યારે જીવિતને નાશ કરવામાં શળ સર થાય છે. અનેક પ્રકારનાં કુવચને કહીને માતાપિતાને સંતા૫ કરનારો થાય છે. મૂઢ પ્રાણી કૂડકપટ કરીને જેને માટે ધન ભેગું કરી દુનિયાને ઠગે છે, પોતે ખાતે નથી, પતનથી અને દેશવિ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy