SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પાપનુ‘ પ્રાયશ્ચિત્ત. ૧૬૯ વાસનામાંજ જેનુ' ચિત્ત રહી ગયું છે. એવી કનકવતી આત્તરદ્ર ધ્યાનમાં પડી ગઇ. મરણ સમયે જીવવાની ઘણી ઈચ્છા છતાં એ ભાવી ભવિતવ્યતા આગળ કેવું ચાલી શકે ? સ્વત ંત્રપણે જે કા જીવ કરી શકતા નથી તે પરાધીનપણે એને કરવુ પડે છે. અત્યારે શરીરની રગેરગમાં ફરી વળેલું ઝેર કાઇ રીતે ઉતરે એવું નહાતુ. દુનિયાના વિષમમાં વિષમ એવાં બન્ને પ્રકારનાં ઝેર કનકવતીના પ્રાણ લેવાને તલસી રહ્યાં હતાં. કામ ક્રોધનું ઝેર તેના હૈયામાં ભર્યું હતું, એની સાથે બીજી જીવલેણ માહ્ય ઝેર મળ્યું હતુ. એ બન્ને વિષથી વ્યાપ્ત એવી કનકવતીના હૃદયમાં અનેક દુ:ખની લાગણી ઉત્પન્ન થઇ. જીવવાને અનેક વલખાં માર્યાÀા પાડી, ધમપછાડા કર્યા; પણ એ સવે અત્યારે નકામું હતું. મૃત્યુના મુખમાંથી ખચાવવાની કાઇની પણ તાકાત નહેાતી. મનુષ્યઇચ્છા કરતાં વિધિઇચ્છા ખળવાન હતી, માણસની ઇચ્છા જુદી હાય છે, દેવેચ્છા જુદાજ પ્રકારની હેાય છે. એ દેવેચ્છાને કાઇ ટાળી શકતુ નથી. એની ઉપરવટ જઇને આજસુધીમાં કાઇએ પેાતાનુ મનમાન્યું કર્યું નથી, કેાઈ કરવાને શક્તિવાન પણ થયા નથી, ઇંદ્ર, ચંદ્ર, સૂર્ય, ચક્રી ને વાસુદેવ એ બધા સમ પુરૂષા કહેવાય છે. એમનાથી પણ સમર્થ અક્ષય વીર્યવાન અને અનંત વી વાન તીર્થંકર ભગવંતા ગણાય છે. સર્વેને ભવિતવ્યતા સહન કરવી પડે છે. દેવનું લેણું-કર્માનું કરજ અવશ્ય ચુકવવું જ પડે છે. નહિતર ઋષભદેવ ભગવાન દીક્ષા લીધા પછી વર્ષ દિવસ પખ્ત આહાર રહિતપણે રહ્યા, એ કેમ બને ? બાહુબળી એકજ જગ્યાએ વર્ષ દિવસ પર્યંત કાઉસગ્ગધ્યાને રહ્યા, શરીરે વેલડીએ વીંટાણી ને એમાં પંખીઓએ પેાતાના માળા કર્યા, છતાં પર્વતની માફ્ક એ ધીર પુરૂષે આંખનું મટકું પણ માર્યું નહિ. એ બધું શા માટે ? કર્માનું કરજ ચુકવવા માટેજ, એ બધું એ જ્ઞાની મહાપુરૂષા પેાતાની ઇચ્છાએજ-કર્મના નાશને અર્થે જ સહન કરતા હતા. માહના પિંજરમાંથી મુક્ત થઈને મુક્તિમાં જવાને એ પ્રયત્ન કરી રહ્યા હતા. એવી સ્થિતિમાં પણ દુનિયાના સુખદુ:ખાની એમને ૨૨
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy