SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૪ બસ્મિલ કુમાર ભય ટાળે ને હું ઘણે દિવસે સ્વામીની સાથે સુખમાં સુતી હતી, પણ કઈ અધમે અમને બંનેને ત્યાંથી ઉપાડીને જુદાં જુદાં ફેંકી દીધાં છે. હજી સુધી તેમનો પત્તો મળતો નથી. હા! એ દુષ્ટ વિધિને ધિકકાર થાઓ કે જે મનુષ્ય પ્રાણીનું સ્વલ્પ સુખ પણ દેખી શકો નથી. સ્વામીને શોધતી આજ ત્રણ દિવસથી હું સમુદ્રતટ ઉપર કરૂં છું પણ કાંઈ ભાળ મળતી નથી; તેથી જેમ જન્માંધ માણસને નેત્ર ન હોય તેમ પ્રિય વગર મારી સર્વે આશાઓ વ્યર્થ થઈ ગઈ છે, જેથી સ્વામીવિયેગે હવે મારે જીવીને શું કરવું ? જળના વિશે શું માછલી જીવી શકે છે ? માટે હું તે મારો પ્રાણ ત્યાગ કરીશ, પણ જે મારા સ્વામી કદાચ અહીં આવે તે કૃપા કરીને મારો આટલો સંદેશે જણાવશે કે તમારી પ્રિયાએ તમને અતિ દુ:ખી કર્યો છે અને તમારે વિયેગે એણે દુઃખી થઈને પોતાના પ્રાણને પરલોકમાં પિયુને શોધવાને મોકલ્યા છે. સુખમાં મગ્ન થયેલા દેવતાઓ યદિ મારો સંદેશો કહેવાનું ભૂલી જાય, હે વનવાસી પશુ પંખીઓ! તમે મારે સંદેશે મારા પ્રિયતમને સંભળાવજે.” એમ બેલતાંજ અબળાએ તરતજ પિતાનેહાથે ગળામાં ફસે નાખે. એટલામાં મેં તેની પાસે જઈને કૃપાથી એ પાપમય ફાસો તોડી એને મરતાં અટકાવી અને શાંતિથી કહ્યું“પુત્રી! દુર્ગતિને આપનારું આવું અપમૃત્યુ શા માટે વહેરે છે?” મેં પાશ એકદમ તોડી નાખવાથી બાળા ગભરાઈને કહેવા લાગી—“હા ! હા ! તમે આ શું કર્યું ? પ્રિય વગર હું ક્ષણમાત્ર પ્રાણ ધારણ કરવાને શક્તિવાન નથી.” વત્સ ! ચિંતા ના કર. જેને માટે તું મરે છે તે આજથી ત્રીજે દિવસે મારા આશ્રમમાં આવીને તને મળશે.” એ પ્રમાણે આશાલતાથી બંધાયેલી એ બાળા અમાશ આ. શ્રમમાં રહેલી છે. ત્રણ દિવસથી અમારા આશ્રમમાં છે, છતાં એણે કંઈ ખાધું પણ નથી, માટે હવે તમે બને સંતોષથી હળ મળે !” " કુળપતિની એવી વાણી સાંભળીને કુમાર કુળપતિને નમીને બે -“તાત! આ બાળાને જીવતદાન દેવાવડે કરીને સમજો કે
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy