SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ધમ્મિલ કુમાર, પિતાની પ્રિયાની સાથે સુખભર નિદ્રામાં સુતે હતું ત્યાં આવીને અટ, વિમાનમાંથી ઉતરી તે અંદર ગયે, તે બન્નેને નિર્ભયપણે સુખભર રીતે પહેલાં જોયાં. “અહો ! મારા ભાઈને મારીને કે નિરાંતે પ્રિયાને બગલમાં લઈને સૂતે છે?” તેને કેપ અતિ વૃદ્ધિ પામે સુતેલા કુમારને ઉપાડીને તે ચાલ્યા ગયે અને નીચે સમુદ્ર આવ્યો, એટલે વિમાનમાંથી એ નરરત્નને દુષ્ટ વિદ્યાધરે સમુદ્રમાં ફેંકી દીધે. સમુદ્રના અથાગ જળમાં પડતાંજ એ સાત્વિકની આંખ ઉઘડી ગઈ અને પિતાને અથાગ જળમાં ડૂબતે જઈ પતે તરવાને પ્રારંભ કરી દીધો. ચારે બાજુએ સમુદ્રનાં ભયંકર જાઓ ગજરવ કરી રહ્યાં હતાં, અને નાના મોટા જળચર જંતુઓ શિકારને માટે મુખ ફાડીને તરી રહ્યા હતા. એ ભયંકર સમુદ્ર તરતાં અનુકમે એક પાટીયું તેના હાથમાં આવ્યું. તેની સહાય વડે તે સાત દિવસે સમુદ્રના તટ ઉપર આવ્યું. ભૂખ અને તરસની પીડાથી વ્યગ્ર છતાં માત્ર માનસિક હિંમતથી તે સાત સાત દિવસ પર્યત સમુદ્રમાં પાટીયાના આધારે રહ્યો હતો. મહામુશ્કેલી એ કિનારે આવ્યા પછી વ્યાધિવાળો માણસ રોગ નાશ પામવાથી જેમ ઔષધ છોડી દે તેમ એ કાષ્ટનું પાટીયું કુમારે છોડી દીધું અને ચારે બાજુએ જોયું તે એક તરફ ભયંકર સમુદ્ર તો બીજી તરફ ગહન વન આવેલું હતું. એક દિશાએ મગરમસ્ય આદિ જળચર જી કીડા કરી રહ્યા હતા, બીજી તરફ વ્યાઘ, સિંહ, દીપડા આદિ પિતાનું પુરૂષાર્થ બતાવતા ગર્જના કરી રહ્યા હતા; છતાં એક પરાક્રમ જ જેનું શસ્ત્ર છે એવો તે ધીર પુરૂષ-ગુણવર્મા કુમાર જંગલને રસ્તે ચાલ્યા. કેટલેક દૂર આગળ જતાં એક તાપસ હાથમાં કમંડળ લઈને જળની શોધ કરતે વનમાં ભ્રમણ કરતો હતો તેને ભેટે થઈ ગયો. આવા ભયંકર અરણ્યમાં યોગીને–તાપસને જોઈને કુમાર ઘણે ખુશી થયો અને તેની પાસે જઈને તેમને પૂછવા લાગ્યો-“હે મહાત્મન ! તમે કોણ છે ? અને કયાંથી આવ્યા છે ?” હું યેગી છું. તમારા જેવા ભૂલા પડેલાઓને માર્ગ બતાવનાર તરીકે પરમાત્માનું સ્મરણ કરતે હું તાપસેના સમુદાયમાં રહું છું, પણ તમે કેણ છે?” એગીએ ખુલાસો કરતાં કુમારને પૂછયું
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy