SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયાની ખાતર. ૧૪૯ * “અરે ! એ મરવાને યોગ્ય એવા મનુષ્ય કીડાનું મારી આગળ શું ગજું? કેશરીસિંહ આગળ બકરાનું શું ગજું? ભયંકર ભુજંગ આગળ દેડકાનું શું ગજું? ” ઈત્યાદિ ગર્જના કરતો જે તલવાર ખેંચીને પ્રિયંવદા ઉપર ઘા કરવા જાય છે, એટલામાં એ પરપ્રાણુને નાશ કરનાર ખગ ઉપર પિતાના ખર્ગને ઘા કરતે કુમાર સહસા ત્યાં પ્રગટ થયા. “અરે અધમ! અબળા જનને સંતાપનાર ! કા પુરૂષ ! જે તું ખરે વીર માની હોય તો એ બાળાને છેડી દે. આમ આવ, આમ આવ. બળવાન પુરૂષ જે નિર્બળને હણે તે એ બળવાનનું કુળ કલંકિત થાય છે. અરણ્યમાં જિનેશ્વર ભગવાનની પૂજા નિમિત્તે તે અનાચાર કરવા માંડ્યો છે. તેનું ફળ તને અહીં જ મળશે. સારા વૈદ્ય પાસેથી લીધેલું ઔષધ પણ જે અવિધિથી ખાવામાં આવે છે તે નુકશાન કરનારું થાય છે. ગુરૂએ જે મંત્ર આપે હોય તે જે વિધિ પ્રમાણે જપે તેજ ફળ આપનારે થાય છે, યથા સમયે ખેતી કરે તેજ તે ધાન્ય અને ઘાસને વધારનારી થાય છે, તેવી જ રીતે ધર્મ પણ ગુરૂની આજ્ઞા પ્રમાણે કરવામાં આવે તેજ ફળિભૂત થાય છે, પણ રાત્રીએ જિનપૂજન કરવું, માબાપની ચોરી છુપીથી બાળિકાએને ઉપાડી તેમના સુખભેગમાં અંતરાય કરો-ઇત્યાદિ તારાં એ પાપની શુદ્ધિ મારી તલવારવડે જ થાઓ.” કુમારનાં ચાનકરેલાં આવાં વચન સાંભળીને તે વિદ્યાધરેશ મહાબલ જેમ પાદપ્રહારથી સર્પ ધમધમે તેમ ક્રોધથી ધમધમતો પ્રિયંવદાને છોડીને કુમાર તરફ દોડ્યો અને બને દાવપેચથી એક બીજાને હણવામાં તત્પર એવા યુદ્ધ કરવા લાગ્યા. મહલની માફક ચરણના આઘાતથી ભૂમિને કંપાવતા ક્ષણમાં બાથંબથા, ક્ષણમાં ખડ્ઝાખર્શી એવી જુદી જુદી રીતે ચિર સમય પર્યત એમનું યુદ્ધ ચાલ્યું. ચતુરાઈથી બન્ને એક બીજાના ઘા ચુકાવી દેતા હતા. આખરે એ અધમ વિદ્યાધરના દિવસે ભરાઈ ગયા, એનું પુણ્ય પરવારી ગયું, જેથી યુદ્ધમાં એને કુમાર એક છતાં અનેકરૂપે દેખાવા લાગ્યો. તેમનું આ યુદ્ધ આકાશમાં ઉભા ઉભા વિદ્યાધરો અને વ્યં.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy