SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ પ્રકરણ ૨૨ મું. ગુણવર્મા. આ “નકાદિક અધોગતિમાં લઈ જનારા વિષયને ત્યાગ કરીને જે પુરૂ ધર્મકાર્યમાં પ્રતિદિવસ રક્ત રહે છે તે પુરૂષને ગુણવર્માની પેઠે ધન્ય છે.” ગુરૂએ કહ્યું. એ ગુણવર્મા કેણ?ધમ્મિલે તેનું ચરિત્ર સાંભળવાની જીજ્ઞાસાથી પૂછ્યું. ગુરૂએ કહ્યું-“સાંભળો– - અનેક રત્નો, હીરા, માણેક, સુવર્ણ જે ઠેકાણે રહેલાં છે. એવી હસ્તિનાપુરીનામની નગરી કુરૂદેશના આભૂષણરૂપ શોભી રહી છે. તે નગરને દ્રઢધર્મા નામે રાજા અને તેની નામ પ્રમાણેનાજ ગુણવાળી ચંદ્રાનના નામે રાણી હતી. જેનું રૂપ જોતાં જોતાં સંતોષ નહિ પામવાથી દેવબાળાઓ નિર્નિમેષલેચની થઈ ગઈ હતી. તે રાણુને સિંહ સ્વપ્નથી સૂચિત મહાપરાક્રમવાળા ગુણવર્મા નામે પુત્ર થયો. ઉદય થતા સૂર્યની પ્રભા જેમ જગત ઉપર પોતાનો પ્રભાવ પડે છે તેમ બાળક છતાં પણ ગુણવર્મા શત્રુઓના હૃદયભુવનોને કંપાવનારે થયે. બાળકપણામાં પણ તેનામાં એવા ગુણ હતા કે જેથી લકે તેને સહવાસ છેડી શકતા નહિ.ગ્ય ઉમરનો થતાં પિતાએ ઉપાધ્યાયપાસે કળા શિખવાને મૂકો. અલ્પ સમયમાં તે સઘળી વિદ્યાનું અદ્વિતીય સ્થાન થઈ પડ્યો. અભ્યાસ કરતાં રાજપુત્રને સાગરસમાં ગંભિર મંત્રીપુત્ર “સાગર” ની સાથે દેતી થઈ. અને વિદ્યામાં, ગુણમાં, વયમાં સમાન હતા. બુદ્ધિશાળી હતા. એક બીજાને મદદ કરનારા હતા. તેઓ અનુક્રમે સકળ વિદ્યાના પારગામી થયા. એક દિવસ રાજકુમાર રાજસભામાં બેઠે બેઠે વાર્તાલાપ કરતે હત, ચંચળ ચપળાક્ષીઓના ચિત્તને હરણ કરનારૂં તેનું પાવન જોઈને રાજા તેને માટે એગ્ય કન્યાની તપાસમાં હતા, એવામાં પ્રતિહારીએ સભામાં આવીને રાજાના ચરણમાં નમીને અરજ કરી કે – શ્રીપુરનગરમાં શ્રી રાજા છે, તેને મંત્રી આપની પાસે આવવાને ઈચ્છતે દ્વાર આગળ ઉભે છે, તે આપને શું હુકમ છે?” "
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy