SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ યસ્મિલ કુમાર. “ જો ત્યારે તેની કાળજી હવે તારે માથે, પણ પાછી દિવસ ઉગ્યા પહેલાં ઘેર આવી જજે. ” ૧૦૬ “ એ માટે તમે ચિંતા કરશેા નહિ, જેમ બનશે તેમ ત્વરાએ અમે એ કામ કરી ઘેર આવી જશું.” “ ઠીક ત્યારે, આપણા ગાડીવાળાને કહી રાખ કે ગાડુ ત્રણ પહેાર રાત્રી વીતે ત્યારે તૈયાર રાખે. ’ ,, “ તે માટે હું બદાખસ્ત કરૂ છું. ” ચંદા ખાલી. “ ઠીક ત્યારે હું હવે સુવા જાઉં છું, ચ’પા!” ડેાશી નિરાંત કરીને મેલી. “ બેશક, ખુશીથી સિધાવા. હવે એ જોખમદારી અમારે માથે. ” ચ’પાએ કહ્યું. તે પછી ડેાશ પાતાના સુવાના ઓરડામાં ચાલી ગઈ. ચપાએ ગાડીવાળાને ગાડી ઘેાડીવાર પછી તૈયાર કરવાની સૂચના આપી; અને પેાતાના એરડામાં આવી. ત્યાં તેની સાગ્રીત દાસીએ તેની રાહ જોતી બેઠી હતી. પેાતાના કાર્ય ને હજી થાડા સમયના અવકાશ હાવાથી તેમની સાથે આડી અવળી વાતા કરી તે સમય પસાર કરવા લાગી. રાત્રીના ત્રીજો પ્રહર વીતી ગયા હતા. ચાથા પ્રહરનાં ચાઘડિયાના અવાજો સંભળવા લાગ્યા, કે તરતજ ચંપા એકદમ ઉભી થઇ અને નીચે આવી, તેા ગાડીવાળા ત્યાં આગળ ગાડી છેાડી ઘેાડાને ચાર નાખીને પેાતાની ગાડીની બેઠક ઉપર ધારતા હતા. તેને ચંપા એ ધીમેથી એ ત્રણ સાદ કર્યો, પણ પરાઢની સીડી નિદ્રામાંથી જાગૃત થવાને તેને ફુરસદ નહોતી. નિદ્રામાં પણ પરાઢની નિદ્રા ઘણી મીઠી હાય છે, તેમજ તે સમયે જગતમાં પણ શાંતિ હાય છે. મધ્યરાત્રી પર્યં ત દુનિયાની ધમાચકડીમાં મશગુલ રહેલા જીવાને પણ આ વખતે તે શાંતિ હેાય છે. ચાર, લુંટારા કે જુગારી લેાકા પણ આ સમયે શાંતિ ભાગવતા હાય છે, અહો! એ પાઢ સમયની મીઠી –મધુરી નિદ્રા ! જેને એના અનુભવ હાય તેજ સમજી શકે છે! એ ત્રણ સાદ કરવાથી પણ જવામ નહિ મળવાથી ચંપા ગુસ્સે થઈ.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy