SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ કુમાર. જીવને સંસારમાં પણ તેવું જ દેખાય છે તે સાચાને ખોટું માને છે, ખોટાને સાચું માને છે. જિનેશ્વર અને તેના ભક્તો વગર સર્વે પ્રાણુઓ એક સ્વાર્થમાંજ રક્ત હોય છે. મહિલા, પુત્ર, પુત્રી વિગેરેમાં જે પ્રેમને સંકલ્પ છે, તે ધતુરાને કટપદ્રુમ માનીને તેની ઉપર પ્રેમ કરવા બેરાબર છે. ભવાંતરમાં જતાં તે કોઈ જીવની સાથે જતાં નથી. આત્મા અનેક પ્રકારનાં કષ્ટ સહન કરીને લક્ષમી મેળવવાના અનેક પ્રપંચ કરે છે, છતાં તે તો ભાગ્યને અનુસારે જ મળે છે. જીવ અલ્પ ધનનું રક્ષણ કરવાને માટે અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ કરે છે, છતાં તે મળેલું પણ જતું રહે છે, અને કર્મજ આગળ આવીને ઉભું રહે છે. ત્યાં બુદ્ધિ બિચારી શું કરે? જે સાંભળ! વિંધ્યાચળની અટવીમાં ગેરવર્ણવાળે કોઈ હાથી તરૂવરનાં સુકાં પાંદડાંનું ભક્ષણ કરતનિર્ભયપણે સુખમાં ફરતો હતો, પરંતુ તેના કપાળમાંથી મદ ઝરે હોવાથી તેની સુગંધથી આકર્ષાયેલા સેંકડે ભ્રમરાઓ સમુદ્રમાં પ૨પોટાની માફક તેની આસપાસ ગુંજારવ કરવા લાગ્યા. પ્રાત:કાળમાં વનમાં ઈતર પશુપંખીઓએ તે હાથીને પિતાની સુંઢ ઉંચી કરીને જાણે આકાશરૂપી તરૂવર ઉપરથી તારારૂપ કુલ ચુંટતો હોય તેવો છે. તેના મસ્તકમાં અનેક મોતીઓ રહ્યા હોવાથી જાણે કૃષ્ણનું વાહન હોય એવો તે જણાય. સ્થિર ઉભેલ હોવાથી શું આ તે ખીલેલું વૃક્ષ હશે કે વનલક્ષ્મીને ક્રીડા કરવાનો મહેલ હશે એ તે લાગતું હતું. વનવાસી પંખીઓ તેને અનેક રીતે જોતાં હતાં. અન્યદા તે હાથી જેમ કોઈ શ્રીમાન કીડા કરવાને ઘરમાંથી બહાર નીકળે તેમ આડંબરથી ખેલવાને નદી તરફ જતા હતા. એવામાં બીજી બાજુએથી કઈ શીકારી પશુઓને હણવાને માટે પિતાના ગામથી નીકળે ત્યાં આવ્યો. નદીમાં ખેલતા એ હાથીને જોઈને તે શીકારી ખુશી થયો. તેણે તેની ઉપર દષ્ટિ રાખીને એક બાણ તાકયું. “આ ભદ્રજાતિના હાથીને મારવાથી મને મૈક્તિકનો લાભ અવશ્ય થશે. અહો ! આજે ભાગ્યયોગેજ લક્ષમી સ્વયમેવ મને વરવા આવી છે.” એમ વિચારતાં વિષમિશ્રિત બાણ જેવામાં તેણે છોડયું તેટલામાં તેને પગ જે જમીન ઉપર હતો તેની નીચે– તેના પગ નીચે સર્પનું બીલ હતું, જેથી તેના ચરણવડે તેનું છિદ્ર
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy