SearchBrowseAboutContactDonate
Page Preview
Page 996
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન]. બાહ્ય લોકેાનાં દેખાતાં આ દુખેથી (તે કદી) લેપ નથી. [૮૯૭ તું યુદ્ધ કરીશ જ શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે ધનંજય! તું યુદ્ધ કરીશ એમ જે હું તને નિશ્ચયાત્મક રીતે કહી રહ્યો છું, તેનું કારણ એ કે મેં ઉપર કહ્યા પ્રમાણે “અહમ” ભાવને ત્યાગ કરીને મારા આત્મપદમાં સ્થિર નહિ થતાં અહંકારનો આશ્રય કરીને “હું” યુદ્ધ નહિ કરું એમ જે તું કહે તો તે તારો પ્રયત્ન સાવ મિયા જ છે, કેમ કે તારે પ્રકૃતિસ્વભાવ જ તને અવશ્ય યુદ્ધમાં જોડાશે. તાત્પર્ય એ કે, અહંકારને ત્યાગ કરી મારા સ્વરૂપની પ્રાપ્તિરૂપ પુરુષાર્થને માર્ગ છોડી દઈ અર્થાત આ બધું આત્મસ્વરૂપ છે એવા પ્રકારના નિશ્ચય વડે અહમભાવનો વિલય નહિ કરતાં અહંકાર વડે હું યુદ્ધ નહિ કરું' એવો નિશ્ચય જ “હું કરીશ” એમ જે તું કહેવા માગતા હશે તે તારો તેવા પ્રકારનો પ્રયત્ન કિવા નિશ્ચય તદ્દન વ્યર્થ જ છે; કારણ આ અહમભાવનો આશ્રય કરનારો તે પ્રકૃતિના ત્રણ ગુણના પાશમાં સપડાઈ દીન અને પરાધીન બનેલો એ જીવ હોય છે. તે પ્રકૃતિને નિયમ છોડીને સ્વતંત્ર રીતે કઈ પણ કાર્ય કરવા સમર્થ નથી એટલે અહમભાવ ધારણ કરનાર પ્રકૃતિના તાવડામાંથી કદાપિ પણ છૂટી શકતો જ નથી; તેથી તને તારો પ્રકૃતિજન્ય રજોગુણયુક્ત ક્ષાત્રસ્વભાવ જ યુદ્ધ કરવા પ્રેરશે એટલે હવે ફક્ત અહંભાવ સહિત યુદ્ધ કરવું, કે તે થકી રહિત થઈ યુદ્ધ કરવું એટલું જ તારે નક્કી કરવાનું છે. (નિયતિ કમ માટે અધ્યાય ૨, ૩, ૬, ૭, ૮, ૯, ૧૫ અને ૧૮ ઇત્યાદિ જુઓ). स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा। कर्तु नेच्छसि यन्मोहास्करिष्यस्यवशोऽपि तत् ॥६०॥ અવશ થઈને પણ તારે યુદ્ધ તે કરવું જ પડશે છે તેય! આમ પ્રકૃતિએ નિશ્ચિત કરેલા જન્મસિદ્ધ રવભાવ વડે પિતાનાં જ કર્મવશાત બંધાયેલ ત માને લીધે જે કરવા ઇરછતો નથી તે અવશ એટલે તારી પોતાની ઇચ્છા નહિ હાલ પરવશ થઈને કરીશ, એ તદ્દન નિશ્ચિત છે. સારાંશ કે, તું વિવેકયુક્ત વિચાર વડે નહિ પરંતુ હું મારીશ અને આ બધા મારા સ્વજનો મરી જશે એવી રીતના તેઓના ઉપરનાં સાંસારિક એવા મિથ્યા કૌટુંબિક પ્રેમને લીધે મોહ વડે યુકત થઈ આ યુદ્ધ કરવાને ઇચ્છતો નથી કેમ કે જો આમની જગ્યાએ યુદ્ધમાં તારી સામે બીજાઓ ઉભેલા હોત તો તને આ મોહ થાત નહિ એટલે વાસ્તવિક તું યુદ્ધને ઇચ્છતો નથી એમ નથી પરંતુ આ સંબંધીજનો સાથે યુદ્ધ કરવાની તારી ઇચ્છા નથી. તે અજ્ઞાન વડે ઉપજેલે અને ક્ષાત્રધર્મને નહિ છાજે એવો મોહ કહેવાય, છતાં પણ હું તને કહું છું કે તારે પિતાના પૂર્વ જન્મના કર્મ વડે નિશ્ચિત થઈ ચૂકેલા પ્રારબ્ધવશાત્ તારી ઇચ્છા હે વા ના હે પણ પ્રકૃતિજન્ય સ્વભાવને અનુસરીને, પરવશ થઈને પણ આ યુદ્ધકર્મ કર્યા વગર સ્ટક જ થવાનું નથી અને તે તું કરીશ જ એવો નિયતિને નિશ્ચય છે. આ યુદ્ધકર્મ તે શું પરંતુ તારાં અને ભૂતમાત્રનાં થતાં તમામ કાયિક, વાચિક અને માનસિક કર્મોની બાબતમાં પણ મોહ વડે તું ભલે મનમાં સમજ હશે કે આ હું કરું છું અને આ નથી કરતું પરંતુ તેવી સમજ તો સાવ મિયા જ છે; વસ્તુતઃ તે નિયતિના ગુનામાં પરવશ થઈને પ્રારબ્ધવશાત આ બધાનાં થતાં કર્મો થયા જ કરે છે, એમ તે નિશ્ચયપૂર્વક જાણું. ईश्वरः सर्वभूतानां देशेऽर्जुन तिष्ठति । भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥ ११ ॥ આ સઘળું યંત્રવત ચાલી રહ્યું છે હે અર્જુન! સર્વ ભૂતોના હદયમાં તિક એટલે રિથત રહેલો અર્થાત જે અહમ, અહમ (૬) એવી રઉરણાને પ્રેરણા કરે છે તે ઈશ્વર (ક્ષાંક ૨) પિતાની કાળરૂપ ઈક્ષણશક્તિયુક્ત માયા દિવા પ્રકૃતિ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy