SearchBrowseAboutContactDonate
Page Preview
Page 994
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા દહન ] તેમ અંતરાત્મા એક જ હોવા છતાં (૫૭) [ ૮૬૫ પોતે છે તેનું છું એમ જાણવા માગે છે તેથી સોની તેને કાંઈ રોકી શકે નહિ, તેમ પિતાનું સ્વરૂપ જાણવાને માટે નિયતિ કાંઈ પણ અડચણ કરી શકતી નથી; એ સિદ્ધાંત પ્રથમતઃ નિશ્ચયપૂર્વક સારી રીતે જાણવામાં આવો જોઈએ. કેમ કે આ પ્રારબ્ધ (નિયતિ) અને પુરુષાર્થને આ પ્રમાણેને દઢ નિશ્ચય થયો કે તે પુરુષ પ્રકૃતિના પાશનો વિચાર છેડી દઈ ખરે પુરુષાર્થ (સ્વસ્વરૂપાનુભવ) કરવા તરફ પ્રેરાય છે. તેની જગતના વ્યવહાર પ્રત્યે રવપ્નદષ્ટિ થઈ જવાથી સ્વમમાં કઈ ખરાબ કામ કરે તો જાગ્રત થયા પછી તે મનુષ્યને શિક્ષા કરી શકાતી નથી, પરંતુ સ્વમમાં સમ વખતે યમરૂપ શિક્ષાને જ તે પાત્ર હોય છે, તેમ આ પ્રકૃતિ વા નિયતિતંત્રને નિયમ તે તદ્દન નિશ્ચિત છે તેમાં તે જરા પણ શંકા નથી; પરંતુ જેઓ આ પ્રમાણે તેની નિશ્ચિતતા જાણ્યા પછી સ્વરવરૂ૫ભૂત પુરુષાર્થ તરફ નહિ વળે તો તેઓ ખરેખર દંભી જ ગણાશે, કેમ કે તરસ વડે જીવ અત્યંત વ્યાકુળ થતું હોય અને સામે મીઠા પાણીનું સરોવર દેખાવા છતાં તેને છોડી દઈ મૃગજળની પાછળ દોડનાર જેમ મહામૂર્ખ જ ગણાય, તેમ પ્રારબ્ધની નિશ્ચિતતા સમજાયા પછી સ્વરવ૫મૃત પુરુષાર્થ નહિ કરનારાઓ પણ મૂઢ જ ગણાય. બધું નિશ્ચિત જ હોય તો પછી શાસ્ત્રની શી જરૂર? વ્યવહારમાં સર્વ સામાન્ય એવો નિયમ છે કે પ્રકૃતિવશ થયેલા અજ્ઞાની લો કે સારાસાર વિવેક સમજવાને શક્તિમાન હતા નથી અને એવા લોકોનું જ પ્રમાણ વધુ હોય છે. તેઓને સર્વ વ્યવહાર જે કે સ્વમમાંનાં લોકોના વ્યવહારની જેમ ચાલતા હોવા છંતાં તે લોકોને તે તે તદ્દન સત્ય તે બધા પોતે જ કરી રહ્યા છે એમ જ લાગે છે, તેથી જેમ સ્વમમાંના લોકો પોતાના ચાલતા વ્યવહારને માટે અમો પુરુષાર્થ કરીએ છીએ એવી કલપના કરી છે, તે મુજબ આ બધા લોકો પણ પિતાની પ્રકૃતિવશ ચાલતા વ્યવહારને અજ્ઞાનને લીધે સમજતાં નહિ હોવાથી અમે પુરુષાર્થ કરીએ છીએ એમ માની બેઠા છે. જેમ ગાડાની નીચે ચાલતો કતરે “આ ગાડાનો સર્વ બોજો હું ખેંચુ છું.” એમ માને તેમ આ ઈશ્વરીય સંક૯૫વશાત પ્રકૃતિ કિંવા ત્રણ ગુણેના પાશમાં બંધાયેલા અવશ એવા આ સઘળા વવેકી મૂઢા અને પુરુષાર્થ કરી રહ્યા છીએ એમ મિથ્યાભિમાન વડે માની બેઠા છે. તેવાઓને માટે તમો જે પુરુષાર્થ કરી શકે છે તે પાપ કર્મ ન કરો કેમ કે તેનું ફળ ઈહ અને પરલોકમાં પણ ઘણું ખરાબ મળે છે, પરંતુ સત્કર્મ કરો કે જેથી તમે જે વ્યવહાર સુખસંપત્તિ ઇચ્છે છે તેની પણ પ્રાપ્તિ થઈ શકશે. આથી વસ્તુતઃ તો તેનું પૂર્વ પ્રારબ્ધ અનુકુળ હોય તે તેઓ સન્માર્ગે જઈ કાતાલીયન્યાયે વ્યવહારસુખાદિ પ્રાપ્ત કરે છે અને વ્યવહારમાં તે પુરુષાર્થ વડે પ્રાપ્ત થયું એમ માની બેસે છે તથા બીજા કેટલાકે ૫ણું પ્રારબ્ધવશાત જ તેમાં પડે છે. છતાં તેઓ શાસ્ત્રમાં કહેવાથી અમો પુરુષાર્થ કરી રહ્યા છીએ એમ માને છે. આ રીતે અજ્ઞાનીઓને માટે આ શાસ્ત્રની પ્રવૃત્તિ છે એમ સમજવું. સામાન્યતઃ મનુષ્યબુદ્ધિ અસન્માર્ગ તરફ સ્વાભાવિક રીતે જ ઢળે છે તેથી તેને ખરાબ કર્મો કરવાનું શીખવવાને માટે નિશાળે કિંવા શાસ્ત્રોની જરૂર હોતી નથી. આથી લાખો વર્ષો થયાં પાપકર્મો નહિ કરો, જૂઠું ન બોલો, ચોરી ન કરો, હિંસા ન કરો, સન્માર્ગે ચાલે, વગેરે સદુપદેશો, શાસ્ત્ર અને શાસ્ત્રવેત્તાઓ પરંપરાથી આપતા આવ્યા છે, છતાં જગતમાંથી તે તદ્દન નષ્ટ થવાને બદલે વધતાં જ રહ્યાં છે. આ રીતની નિયતિ વા પ્રારબ્ધની નિશ્ચિતતાનું ખરું સ્વરૂપ સમજાયા પછી તે સારાં યા નરસાં બંને પ્રકારનાં વ્યવહારમાં થતાં કર્મો સંબંધે ઉપેક્ષાકૃદ્ધિ થાય છે, પછી તેને શાસ્ત્રની જરૂર હોતી નથી; તે તે સ્વરવરૂપની પ્રાપ્તિ૨૫ પુસ્ત્રાર્થમાં જ લાગીને તે આ મિથ્યા રવજળરૂપે પ્રપંચમાંથી છૂટી જાય છે. પણ જેઓને તેવો નિશ્ચય હતો નથી તેવા અજ્ઞાનીઓ માટે મનુષ્યની સ્વાભાવિક વૃત્તિનો વિચાર કરીને આ શાસ્ત્ર રચના થયેલી છે. આથી જ જે કે શાસ્ત્રો સતકાર્યો કરવા માટે પોકારી પોકારીને કહી રહ્યાં હોવા છતાં આજ સુધી સત્કર્મો કરનારાઓ કરતાં તેથી ઊલટા ચાલનારાઓ જ એટલે અસતકર્મીઓ જ વધુ નીપજેલા જોવામાં આવે છે. જેમ કેઈ મનુષ્ય પિતાના મનમાં કેઈ કાર્ય કરવાનું અભિમાન રાખતા હોય તો, તેને તેથી અઘરું કાર્ય બતાવીને કહેવામાં આવે કે આ કાર્ય
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy