SearchBrowseAboutContactDonate
Page Preview
Page 988
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતારહા ] ભિન્ન ભિન્ન છે, પ્રતિશે અને જાણે કે) બહાર ને હેય તે ભાસી રહ્યો છે. [ ૮૫૦ જો આ મેહને મહિમા! હે પાર્થ! જેને આ મહિને કેવો મહિમા છે! સર્વત્ર વ્યાપક એવું મારું આત્મસ્વરૂપ પાસે ને પાસે હોવા છતાં પણ મોટા મોટા પંડિતો, વિદ્વાનો, શાસ્ત્રીઓ, વક્તાઓ, શેકે, કર્મઠ (કર્મકાંડીઓ), તપરવી, ભક્તિમાર્ગના કહેવાતા પ્રણેતાઓ, આચાર્યો વગેરે મોહપાશમાં સપડાઈ અજ્ઞાનતાને લીધે તેને જાણી શકતા નથી અને વગર કારણે દુરાગ્રહ રાખી, દુઃખભે જ ભોગવી રહ્યા છે. સંકલ્પ નહિ ઊઠવો એટલે કે અંતઃકરણમાં હું, તું, તે, આ, ઇત્યાદિ કઈ પણ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું, માત્ર એટલું જ એક સાધન આત્મરવરૂપ એવા મારી પ્રાપ્તિને માટે બસ છે, તેને મેં જાતે અનુભવ કર્યો છે. માટે તું પણ તેનો અનુભવ લે. આમ સંક૫રહિત સ્થિતિમાં રહેવાથી મારું અતિ ઉત્કૃષ્ટ એવું પરમપદ પ્રાપ્ત થાય છે કે જેની આગળ મહાન સામ્રાજય પણ એક તણખલા જેવું તુચ્છ લાગે છે. માત્ર પહોંચવાના સ્થાન તરફ જ લક્ષ રાખીને ગતિ કરનાર(ચાલનારા) મુસાફરના પગમાં જેમ સંક૯પ વગર સ્વાભાવિક રીતે જ ક્રિયા થતી રહે છે, તે પ્રમાણે જીવમુક્ત સંકલ્પોને છોડીને આવી પડેલાં કાર્યો નિઃસંકલ્પાવસ્થામાં કરતે રહે છે. ગાઢ નિદ્રામાં પડેલા મનુષ્યની થતી ચેષ્ટાઓ જેમ સંક૯પ વગર જ થતી રહે છે અથવા સુકું પાંદડું કિંવા ધાસ (તણખલું) વાયુ અથવા પાણીના પ્રવાહમાં તણાઈ પિતે ગતિ કરતું હોય એમ લાગે છે પરંતુ તે પોતે કાંઈ કરતું નથી, તેમ જીવન્મુક્ત આવી પડેલાં તમામ કાર્યોની પ્રવૃત્તિ સંક૯પ કર્યા વિના, સુખદુઃખાદિ કંકોની ભાવના વિના, હજભાવે જ કરતો રહે છે. જાણે કે બીજાને કૌતુક ઉપજાવવાને માટે નૃત્ય કરતી ન હોય ! એવી રીતે દેખાતી લાકડાની પૂતળી પોતે તો અંદર વાસનાદિ વિકારરહિત, શગારાદિ રસની ભાવના વિનાની હોય છે છતાં કદષ્ટિએ તો તે નાચવાની ક્રિયા કરતી હોય એમ જણાય છે તેમ જીવન્મુક્ત પણ બહાર યથોચિત કર્મ કરવાં છતાં પણ અંદરથી હું, તું, તે, આ ઈત્યાદિ સર્વ ભાવનાઓથી તદ્દન અસંગ હોય છે. તેની જવામાં આવતી તમામ ઇક્તિ રસ વિનાની હોય છે. અંદરથી વાસનારહિત હોવા છતાં બહારથી લોકદષ્ટિએ જાણે યંત્રની ચેષ્ટાસમાન સંકષરહિત ચેષ્ટા કરતી હોય છે. આ રીતે જીવન્મુક્તની " સ્થિતિમાં રહી તું કર્મ કર, કર્મ કરવા છતાં પણ અસંગપણું હે અર્જુન! કોઈ પણ પુરુષ કર્મ કરે અથવા નહિ કરે પરંતુ જ્યાં સુધી ઈદ્રિયોની વૃત્તિ વિષયરસમાં વાસનાવાળી હશે, ત્યાં સુધી તો આ સંસારના જન્મમરણાદિ અનર્થો કિંવા દુઃખ પરંપરાનો સાથ કદી પણ છૂટવાનું નથી. જેમ પવન, અમિ, જવાળા, પાણી અને યંત્ર સ્વાભાવિક રીતે આપોઆપ જ ગતિ કે ક્રિયા કરતા રહે છે, તેમ જીવન્મુક્ત થતાં સુધી સંકષરહિત અવસ્થા કદાપિ પ્રાપ્ત થતી નથી અને જીવમુક્ત અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધીમાં તમામ કર્મો નિરર્થક જ છે, સં૫રહિત થનારાં કર્મો જ અંતરહિત, મોક્ષરૂ૫ અને પરમકલ્યાણકારી એવા મારા આત્મસ્વરૂ૫ની પ્રાપ્તિ કરી આપવા સમર્થ છે. વાસનારહિત કર્મો કરવાં એ જ પરમ ધૃતિ એટલે વૈર્ય કિંવા ધારણ કહેવાય છે. જીવન્મુક્ત કર્મમાં, તેના કળમાં કે તેના ત્યાગમાં એમ કશામાં પણ આસક્ત થતા નથી. તેમને તે કર્મોમાં અને તે કરવામાં પણ દુરાગ્રહ હોતે નથી, નહિ કરવામાં પણ દુરાગ્રહ હોતો નથી; તેમ તેને તેના ફળની કલ્પના પણ હોતી નથી. આ રીતે તદ્દન અસંગ અનાસક્ત બની ગમે તેટલાં કર્મો કરવાં અથવા બિલકુલ નહિં કરવાં એ બંને સરખું જ છે; પરંતુ ખાસ ધ્યાનમાં રાખ કે આવા પ્રકારની અવસ્થા તો એક જીવન્મુક્ત જ પ્રાપ્ત કરી શકે છે. વધુ શું કહું ! સંક્ષેપમાં એટલું જ કે “ એ પ્રથમ સંક૯૫ થયો તે જ પ્રથમતઃ તે બંધનમાં નાખનારું હાઈ ૨૫ની સ્કુરણ જ થવા નહિ દેવી તેનું નામ મુક્તપણું છે. એ જ મારું પરમપદ છે. આમાં કોઈ કાળે અને કોઈ સ્થળે કાંઈ કરવાપણું અથવા નહિ કરવાપણું એ બંને ભાવો નથી. અરે! જ્યાં હું એ ભાવની પણ હુરણા નથી એવું આ જન્મથી રહિત, શાંત, નિઃસંગ અને અનંત એવું પરબ્રહ્મ તે જ મારું સાચું સ્વરૂપ છે. માટે મારા તે જ સ્વરૂપમાં તું સ્થિત થા,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy