SearchBrowseAboutContactDonate
Page Preview
Page 986
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] તેમ સર્વ ભૂતોમાં અંતર આત્મા એક (જ) હોવા છતાં– [૮૫૭ भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः । ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥ ५५ ॥ હું વાચ્યાર્થ કિવા લક્ષ્યાથ વડે જાણી શકાતું નથી જે અને જે હું છે તેવી રીતને મને જે ભકિતવડે તસ્વરૂપે સારી રીતે જાણે છે, તે તત્ત્વ વડે જાણીને ત્યાર પછી તેને વિષે જ પ્રવેશે છે. એટલે હું કે, જેને જાણવાને માટે શાસ્ત્રમાં તત એટલે આત્મા (વૃક્ષાંક ૧) એવી સંજ્ઞા કહેવામાં આવેલી છે, તેને સતરૂપ છે એવી ભક્તિ કિંવા અભ્યાસ વડે જે સારી રીતે જાણે છે તે અનંતર એટલે એવા જ્ઞાન પછી “તત' (આત્મ) પદને જ પામે છે. સારાંશ એ કે, ભગવાન કહે છે કે આત્મસ્વરૂપ એ જે હુ" તેને જાણવાને માટે વાચ્યાર્થી કિંવા લદ્યાર્થી તે તદ્દન નિરુપયોગી જ છે. ફકત તત્તરાર્થને જ ઉપયોગ થાય છે. આમ કેવળ તસ્વાર્થ વડે જાણવા થકી એટલે તેને પરોક્ષજ્ઞાન થવાથી પણ કાંઈ પૂર્ણતા થઈ શકતી નથી, પરંતુ તવ વડે જમ્યા પછી મારા તેવા સ્વરૂપના અપરોક્ષાનુભવને માટે પરમાત્મા અનિર્વચનીય એ વા “તત' (આત્મા) ૩૫ હાઈ હું પોતે પણ તેથી તદ્દન અભિન્ન એ “તત’ કિંવા આત્મરૂપ છે; એટલે ભગવાન અને “હું” એ બંનેમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી, એવા પ્રકારના દઢ અભ્યાસ વડે જ્યારે જુદાપણાના ભાવ દેખાતા તદ્દન બંધ થઈ, નદી જેમ સમુદ્રને મળ્યા પછી જુદી થઈ શકતી નથી અથવા મીઠાનો ગાંગડો કિંવા હિમ (બરક)નો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી એકરૂપ બની જાય છે, તેવી રીતે તન્મયતા અથવા એકરૂપતાને પ્રત્યક્ષ અનુભવ આવી, પિતા સહ આ સર્પનો વિલય થઈ જાય ત્યાં સુધી દઢ નિશ્ચય વડે ભકિત અથવા અભ્યાસ કરવો જોઈએ; કે જેથી ત્યાર પછી એટલે આ અભ્યાસના પૂતાને અંતે “તે' તતરૂપ એવો બનીને મારામાં જ પ્રવેશે છે અર્થાત તતરૂપ જ બની જાય છે. તાત્પર્ય, હું પોતે સ્વયમેવ આત્મસ્વરૂપ છે, મને જાણવાને માટે બીજું કોઈ પ્રમાણુ કિવા સાધન જ નથી. જે મારી સાથે એકરૂપ થાય છે તે જ મને જાણ શકે છે. મારાથી ભિન્ન રૂપે રહેનારાને તો મારું પરક્ષજ્ઞાન પ્રાપ્ત થવું કદી શકય નથી; તો પછી અપરોક્ષની તો વાત જ શી કરવી આમ આત્મસ્વરૂપ એવા મને જાણવાને માટે પોતે, આ સર્વે દર્યા અને પિતે પણ તે ૨૫ જ છે, આભ૫ એવા મારાથી ભિન્ન કાંઈ છે જ નહિ, એવા પ્રકારના અભિન્નભાવનાયુક્ત દઢ નિશ્ચય વડે જ મારું પરોક્ષજ્ઞાન થઈ તેવા પ્રકારની અભિનેતારૂપ ભક્તિ વડે મારી સાથે તદાકારતા પ્રાપ્ત થઈ મારા સાચા રવરૂપનો તે પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે. આ સિવાયના મારી પ્રાપ્તિ માટે કરવામાં આવત બીજા બધા ઉપાયો નકામા જ નીવડે છે. આ રીતનું મારું સાચું સ્વરૂપ છે અને તે જ પરમાનંદરૂ૫ છે. મારા સાચા સ્વરૂપની પ્રાપ્તિ કેમ થતી નથી? મારા સાચા સ્વરૂપની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા તે ઘણું છે; પરંતુ તેઓ બહિર્મુખ થઈને જાદાપણાની ભાવના રાખીને પ્રયત્ન કરતા હોવાથી મારી મોહરૂપી માયામાં સપડાયેલા હોય છે, તેનું એ અનાન કદી મટતું જ નથી; કેમ કે હું તો કદી બે પાને પ્રાપ્ત થયેલો જ નથી; છતાં બેપણુ વડે ભાસવું તે તે મારી મિથ્યા મોહરૂપ માયાને પ્રભાવ છે, તે નહિ સમજતાં આ લેકે જુદાપણાની ભાવના વડે જ મારી પ્રાપ્તિ કરવાની ઇચ્છા રાખે છે, પરંતુ હાથમાં દીવો લઈને અંધારાની શોધ કરવા નીકળવું કિવા હાથમાં મશાલ લઈને સર્યને જોવા માટે પ્રયત્ન કરવો, એ જેમ મૂર્ખતા છે તેમ તભાવ વડે મારી પ્રાપ્તિની ઇશ કરવાવાળાઓની સ્થિતિ જાણવી. આ રીતે દૈતભાવ વડે મારી પ્રાપ્તિની ઈરછા કરનારાઓ અને તે હૈતભાવ છોડી દઈ એકયભાવનારૂપ નિશ્ચયવાળે ભક્ત કહેવાય છે અને તેવા નિશ્ચય વડે તદાકારતા પ્રાપ્ત થતાં સુધી અર્થાત તભાવનાના વિલયને પ્રત્યક્ષ અનુભવ થતાં સુધી તે જે અભ્યાસ કરે છે. તેને ભક્તિ કહે છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy