SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] જેમ એક જ વાયુ (અનેક) ભુવનમાં (જુદે જુદે શી– ૮૫૩ सहज कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् । सर्वारम्भा हि दोषेण धुमेनाग्निरिवावृताः ॥४८॥ સહજર્મને ત્યાગ કદી પણ કરવો નહિ હે કૌતેય! સહજકમ દોષવાળું જણાય તો પણ તે તજવું નહિ કેમ કે સર્વોરંભ એટલે સર્વ કર્મો આરંભથી જ ધુમાડાથી જેમ અગ્નિ કંકાયેલો હોય તેમ દોષ વડે જ ઢંકાયેલાં છે. ભાવાર્થ એ કે, નિયતિનિયમાનુસાર નિયત થયેલાં સ્વભાવજન્ય કર્મો કદી પણ તજવાં નહિ અને જે ભૂલેચૂકે તેઓને ત્યાગ થયો હોય તો ફરીથી પોતાના સહજ સ્વભાવાનુસાર થતા મૂળ કમરૂ૫ ધર્માનું જ પાલન કરવું અને આ રીતે છેવટે આત્મધર્મ૨૫ સ્વધર્મની પ્રાપ્તિ કરી લેવી. કારણ એ કે જયાં સુધી આત્મધર્મની સિકતા થતી નથી એટલે આ સર્વ આત્મરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ અને હું પોતે પણ તે ૩૫ જ છું, એવી રીતે શ્રેય કરાવી આપનારા અત્યંત ગુણયુક્ત એવા સ્વધર્મની પ્રાપ્તિ થયેલી હોતી નથી ત્યાં સુધીને માટે નિયતિએ નિયત કરી આપેલા યુગ, વર્ણ, આશ્રમાદિ ધર્મો એ જ સહજ કર્મો કહેવાય છે. તેઓ પ્રકૃતિના ત્રણ ગુણોના ધોરણે નિયત થયેલાં હેર સ્વભાવજન્ય (સ્વાભાવિક) હોવાથી તેઓને કદાપિ પણ તજવાં નહિ. કેમ કે જે ધ્યેય સાધ્ય કરવાનું છે. તે બેયની સાધ્યતાને વિચાર કરીને જ તેનો નિર્ણય શાસ્ત્રોમાં કરવામાં આવેલ છે; તે ધ્યેયની એટલે આત્મરૂ૫ સિદ્ધિની પ્રાપ્તિ થતાં સુધીને માટે જેમ અમિ હોય તો તેમાં ધુમાડો તે હેય જ, ધુમાડાને છોડીને અગ્નિ કદી પણ રહી શકતો જ નથી, તેમ આત્મા સિવાય ઇતર દરેક આરંભ એટલે કર્મો દોષ વડે જ યુક્ત છે. કેઈ ગામે પહોંચવા માટે જવાના ધણા માર્ગો હોય છે તે સર્વે એક સ્થળેથી જ જુદા જુદા નીકળેલા હોય છે તે પિકો કોઈ એકાદ માર્ગેથી તે ગામે જવા કેઈ મનુષ્ય નીકળે અને અડધે રસ્તે ગયા પછી તેને કઈ કહે કે આ તો લાંબો માર્ગ છે હું તને ટૂંક માગ બતાવું છું તો તું પાછા ફર ને મારી સાથે ચાલ, તે તે અડધે રસ્તે આવેલી મનુષ્ય ફરીથી પાછો પોતાના મૂળ ગામમાં જઈ બીજા ટૂંકા માર્ગે ગમન કરે અને તે માર્ગે પણ અડધો આવે એટલે ત્રીને કહે કે અરે ! આથી બીજે ટ્રક માર્ગ તને બતાવું. એમ જે કર્યા જ કરે છે તે જવાના સ્થળે કદાપિ પણ પહોંચતો નથી. વળી કદાચ કોઈ પ્રથમ માર્ગે ચાલ્યો હોય અને તેને બીજા ટૂંકા માર્ગની ઈરછા વડે કાઈને ભમાવ્યાથી તે પાછો ફરે અને થોડેક ગયા પછી પોતાની ભૂલ સમજઈ અસલ માગે જ જાય તો ઇષ્ટ સ્થળે અવશ્ય પહોંચી શકે છે. તે પ્રમાણે નિયતિનિયમાનુસાર નિશ્ચિત થયેલાં સ્વભાવજન્ય સહકર્મોનો ત્યાગ નહિ કરતાં અને જે ભૂલેચૂકે થયો હોય તે ફરીથી પોતાના નિયત કર્મોના અવલંબન વડે જ આત્મધર્મરૂપ શ્રેયને સાધ્ય કરી લેવું જોઈએ. કારણ કે ગમે તે માર્ગે જવામાં આવે તે છતાં પણ ચાલવાનું તે પોતાને જ હોય છે તેમ પરધર્મમાં પણ આચરણ તે પોતાને જ કરવાનું હોય છે. વળી ઇષ્ટ એય સુધી પહોંચવામાં ન આવે ત્યાં સુધી એવું કઈ કમ નથી કે જે દેષયુકત ન હોય. આથી જ એક જે પોતે કરે છે તે સારું છે એમ સમજે છે ત્યારે બીજો તેને ખરાબ સમજે છે. આ રીતે અનંત ભેદો થવાનાં કારણે તે અનંતવિધ કર્મો હોઈ તે બધાં મનુષ્યાદિ તરફથી પોતપોતાની બુદ્ધિ અનુસાર કલ્પેલાં છે. આમ હોવાને લીધે તેમાંથી બચાવવાના ઉદ્દેશથી શાસ્ત્રકારોએ સૌથી પ્રથમ યુગ, વર્ણ અને આશ્રમ જેવા ધર્મની તથા કર્મનો વ્યવસ્થા પ્રકૃતિના સત્વ, રજ અને તમ એ ત્રણુગવશાત નિયત યાને નિશ્ચિત કરેલી છે, તે સહજ કર્મોને ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિ થતાં સુધી કદી પણ ત્યાગ કરવો નહિ. આ પ્રમાણે ધર્માચરણ કરીને જે આત્મરૂપ એવા સ્વધર્મના સિદ્ધિને પ્રાપ્ત થયેલ છે તેની સ્થિતિ કહું છું, તે હવે સાભળ. असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः । नैष्कर्म्यसिद्धि परमां सरन्यासेनाधिगच्छति ॥४९॥
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy